શોધખોળ કરો

કોરોના અને કેન્સરની દવા સસ્તી, ફૂડ એપથી ઓર્ડર કરવા પર 5 ટકા ટેક્સ લાગશે, આઈસ્ક્રીમની કિંમત પણ વધશે

કોરોના દવાઓ પર GST માંથી મુક્તિ 31 ડિસેમ્બર, 2021 સુધી ચાલુ રહેશે.

કોવિડ પછી પ્રથમ વખત જીએસટી કાઉન્સિલની ફિઝિકલ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. અનેક વસ્તુ પર જીએસટીનો દર ઘટાડવામાં આવ્યો હતો, પછી ઘણામાં વધારો થયો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ચર્ચા બાદ નક્કી થયું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવાનો આ યોગ્ય સમય નથી.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્સર અને કોરોનાની દવાઓ સસ્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ સમયે, ઝોમેટો અને સ્વિગી જેવી એપ્લિકેશન્સમાંથી ખાવાનું મંગાવવું મોંઘું બન્યું છે. આઈસ્ક્રીમનો સ્વાદ પણ મોંઘો પડશે. ચાલો જોઈએ જીએસટી કાઉન્સિલના આજના નિર્ણયને કારણે કઈ વસ્તુઓ મોંઘી થઈ છે અને કઈ સસ્તી છે.

કોરોનાની દવાઓ

કોરોના દવાઓ પર GST માંથી મુક્તિ 31 ડિસેમ્બર, 2021 સુધી ચાલુ રહેશે. આ સિવાય કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર GST ટેક્સનો દર પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

બહારનું ખાવાનુ

સ્વિગી અને ઝોમેટો જેવી એપ પર 5% ટેક્સ લાગશે. જ્યાં ડિલિવરી કરવામાં આવશે ત્યાં ટેક્સ કાપવામાં આવશે. કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી, પરંતુ ઘણી વસ્તુઓ પર ટેક્સ રેટ વધારવામાં આવ્યો છે.

કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિંક્સ

ખાદ્ય ચીજોમાં કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિંક્સ મોંઘા થયા છે. તેનાથી 28% જીએસટી અને તેની ઉપર 12% વળતર સેસ લાગશે. અગાઉ માત્ર 28% જીએસટી લાગતો હતો. ફળોનો રસ અથવા ફળોના પલ્પના રસ પર 12% જીએસટી લાગે છે.

આઈસ્ક્રીમ

આઈસ્ક્રીમનો સ્વાદ હવે મોંઘો પડવાનો છે. 2017માં જીએસટી સિસ્ટમના અમલીકરણ બાદ 5 ટકા નહીં 18 ટકા ટેક્સ લાગશે. સરકારે આ અંગે સ્પષ્ટતા જારી કરી છે.

સોપારી

મીઠી સોપારી અને કોટેડ ઈલાયચી હવે મોંઘી થશે. સરકારે આ અંગે સ્પષ્ટતા જારી કરી છે. પેલા 5% GST  લાગતો હતો જે હવે 18% થઈ ગયો છે.

બાયોડિઝલ

ડીઝલમાં મિશ્રણ કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૂરા પાડવામાં આવતા બાયો-ડીઝલ પર લાગુ જીએસટીનો દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, ડીઝલ વાહનો ચલાવનારાઓ સહેજ સસ્તા બળતણની અપેક્ષા રાખી શકે છે.

પેન

બાળકોથી લઈને વૃદ્ધો સુધીને આ સમાચારની અસર થવાની છે. દરેક પ્રકારની પેન પર GST નો દર એકસરખો ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેમના પર 12% થી 18% GST લાગતો હતો.

રીટ્રોફિટેડ વાહન

વિકલાંગોના રેટ્રોફિટેડ વાહનો (તેમની જરૂરિયાતો અનુસાર સુધારેલા વાહનો) પર લાદવામાં આવેલા જીએસટીનો દર ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

તાલીમ કાર્યક્રમ કરમુક્ત

એવા લોકો માટે સારા સમાચાર છે જે સરકાર દ્વારા સમર્થિત કોઈપણ તાલીમ કાર્યક્રમમાં સામેલ છે અને તેના 75% સુધીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમને હવે તાલીમ કાર્યક્રમ માટે જીએસટી ચૂકવવો પડશે નહીં. હાલમાં માત્ર 100% સરકારી ભંડોળ પૂરું પાડવામાં આવેલ તાલીમ કાર્યક્રમો કરમુક્ત છે.

ધાતુ

આયર્ન, કોપર, જસત, એલ્યુમિનિયમ અને અન્ય કેટલીક ધાતુઓ પર જીએસટીનો દર 5% થી વધારીને 18% કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઘણા પ્રકારના ઇલેક્ટ્રિકલ સાધનો મોંઘા થઈ શકે છે.

પરિવહન ખર્ચ

પેસેન્જર ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂરી પાડતી ઈ-કોમર્સ કંપનીઓને જીએસટીમાં સમાવાવમાં આવી છે. આ ટેક્સ આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે. આ તમારા પરિવહન ખર્ચમાં વધારો કરી શકે છે.

ઈંટના ભઠ્ઠા

ઈંટ-ભઠ્ઠા ક્ષેત્રે સેવા ક્ષેત્રની જેમ જ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) વગર 6% ના સપાટ દરે જીએસટી ચૂકવવો પડશે. ઇનપુટ કોસ્ટ ક્રેડિટ સાથે, ટેક્સ રેટ હાલના 5% થી વધારીને 12% કરવામાં આવશે. કમ્પોઝિશન સ્કીમ કરદાતાઓને GST ઔચારિકતાઓની જટિલતામાંથી મુક્ત કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Embed widget