શોધખોળ કરો
Advertisement
નોટબંધી બાદ 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, હજુ પણ સ્થિતિ સુધરી નથીઃ રિપોર્ટ
વર્ષ 2016થી 2018ની વચ્ચે દેશમાં અંદાજે 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. વર્ષ 2016 એ જ વર્ષ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી અને 1000-500ની નોટ બંધ કરી હતી.
નવી દિલ્હીઃ વર્ષ 2016થી 2018ની વચ્ચે દેશમાં અંદાજે 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. વર્ષ 2016 એ જ વર્ષ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી અને 1000-500ની નોટ બંધ કરી હતી. અઝીમ પ્રેમજી યુનિવર્સિટી (બેંગલુરુ) તરફથી જારી કરવામાં આવેલ અહેવાલ અનુસાર વર્ષ 2016થી 2018ની વચ્ચે 50 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.
બેંગ્લુરુ સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા મંગળવારનાં રોજ ‘સ્ટેટ ઓફ ધી વર્કિંગ ઇન્ડિયા-2019’ નામનો એક એહવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યુ છે કે, જો મહિલાઓને ગણવામાં આવે તો નોકરી ગુમાવનારાઓનો આંકડો વધી શકે છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, નોટબંધીનાં કારણે લોકોએ નોકરીઓ ગુમાવી છે. આ એક ચિંતાનો વિષય છે અને આ મુદ્દે તાત્કાલિક નીતિ બદલવાની જરૂર છે.
અહેવાલ અનુસાર ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાં પણ બેકારી જોવા મળી. ઓછું ભણેલા લોકોએ નોકરીઓ ગુમાવી અને તેમને મળતા કામમાં ઘટાડો જોવા મળ્યો. બેરોજગારી અર્થતંત્ર માટે એક મહત્ત્વનો પ્રાથમિક મુદ્દો બનીને ઉપસી આવ્યો છે.
આ પહેલા લીક થયેલ સરકારી અહેવાલ અનુસાર 2017-18નાં વર્ષમાં બેરોજગારીનો આંક છેલ્લા 45 વર્ષમાં સૌથી ઉંચો આવ્યો છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે દ્વારા જુલાઇ-2017 અને જુન 2018નાં સમયગાળા દરમિયાન બેરોજગારી વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં બેરોજગારીનો દર 6.1 ટકા જોવા મળ્યો હતો.1972-73થી અત્યાર સુંધીનો સૌથી મોટો દર હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement