![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
કેન્દ્રીય કર્મચારીઓને થોડા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે,
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને થોડા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે, જે તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારુ બોનસ સાબિત થશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા ડીએ મળે છે. મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં થઈ શકે છે. પરંતુ, તેનો અમલ જૂલાઈ 2024થી જ થશે. આ વચ્ચેના સમયગાળાનું એરિયર્સ આપવામાં આવશે. આ વધારા બાદ 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 53 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે.
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે. ડીએમાં આ 3 ટકાના વધારાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. જે કર્મચારીઓનો પગાર 40,000 છે તેમને 1200 રૂપિયાનો વધારાનો પગાર મળશે. DAમાં 3 ટકાનો વધારો થશે. તે મુજબ વાર્ષિક 14,400 રૂપિયાનો પગાર વધારો થવાની શક્યતા છે.
મોંઘવારી ભથ્થું (DA) શું છે?
મોંઘવારી ભથ્થું અથવા ડીએ એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ભથ્થું વધતી મોંઘવારીનો સામનો કરવા માટે આપવામાં આવે છે. ડીએ કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવામાં મદદ કરે છે અને તેમની આવકમાં વધારો કરે છે.
ડીએમાં વધારો જૂલાઈ 2024થી લાગુ થશે
ડીએમાં આ વધારો આ વર્ષે જૂલાઈથી લાગુ કરવામાં આવશે. આ સાથે કર્મચારીઓને ડીએનું એરિયર્સ પણ થોડા મહિનામાં આપવામાં આવશે. 7મું પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરોને 53 ટકા ડીએ ચૂકવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ જાહેરાત થવાની સંભાવના છે, જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી.
ડીએ કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024માં AICPIમાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ DAમાં વધારો થયો હતો. જાન્યુઆરી 2024માં આ સ્કોર 138.9 હતો અને જૂન સુધીમાં તે 141.4 પર પહોંચ્યો હતો. હવે DAનો સ્કોર 53.36 ટકા થઈ ગયો છે, જે પહેલા 50.84 ટકા હતો. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં આ વધારાનો સીધો ફાયદો થશે.
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)