શોધખોળ કરો

Aadhaar Card Update: આધાર કાર્ડમાં એડ્રેસ બદલવું છે તો પડશે આ ડોક્યુમેંટ્સની જરૂર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Aadhaar Card Update: આધાર કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, શાળા, કોલેજમાં પ્રવેશ મેળવવા, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા, મિલકત અથવા દાગીના ખરીદવા વગેરે જેવા તમામ હેતુઓ માટે થાય છે. આ

Aadhaar Card Address Change:  આધાર કાર્ડ દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ છે. આધાર કાર્ડ યોજના વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આ કાર્ડ સરકારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. આધાર કાર્ડ એ અન્ય ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો જેમ કે રેશન કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેથી ઘણું અલગ છે. કારણ કે તેમાં દરેક નાગરિકની બાયોમેટ્રિક માહિતી નોંધવામાં આવે છે.

આધાર કાર્ડ બનાવતી વખતે દરેક વ્યક્તિના હાથના ફિંગર પ્રિન્ટ અને આંખોના રેટિના વિશેની માહિતી નોંધવામાં આવે છે. આધાર કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, શાળા, કોલેજમાં પ્રવેશ મેળવવા, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા, મિલકત અથવા દાગીના ખરીદવા વગેરે જેવા તમામ હેતુઓ માટે થાય છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડની વધતી જતી ઉપયોગિતાને કારણે, તેને અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આધાર બનાવ્યા પછી ઘણી વખત આપણે ઘર બદલીએ છીએ. આવી સ્થિતિમાં આધાર કાર્ડમાં સરનામું બદલવાની જરૂર પડે છે. સરનામું બદલવા માટે UIDAI એ કેટલાક નિયમો નક્કી કર્યા છે જેમ કે તમે ગમે તેટલી વાર સરનામું બદલી શકો છો. સરનામું બદલવા માટે તમારે સરનામાના પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડશે. તો ચાલો અમે તમને એવા દસ્તાવેજો વિશે જણાવીએ, જેની મદદથી તમે સરળતાથી આધારમાં સરનામું બદલી શકો છો-

આ દસ્તાવેજોની જરૂર પડશે

  • બેંક પાસબુક અથવા પોસ્ટ ઓફિસ પાસબુક
  • પાસપોર્ટ
  • ચૂંટણી કાર્ડ
  • રેશન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • વીજળીનું બિલ (ત્રણ મહિનાનું બિલ)
  • પાણીનું બિલ (ત્રણ મહિનાનું બિલ)
  • ટેલિફોન બિલ (ત્રણ મહિનાનું બિલ)
  •  સરકારી આઈડી કાર્ડ
  • પ્રોપર્ટી ટેક્સની રસીદ
  • મનરેગા કાર્ડ
  •  કિસાન પાસબુક
  • પેન્શન કાર્ડ
  • હથિયાર લાયસન્સ
  • ફ્રીડમ ફાઈટર કાર્ડ
  •  શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું-

  • આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે, તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરવું પડશે.
  • અહીં MY આધાર વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમે Update Your Aadhaar વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં તમારે અપડેટ ડેમોગ્રાફિક્સ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી UIDAIનું સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ ખુલશે.
  • આ પછી Proceed to Update Aadhaar વિકલ્પ પસંદ કરો.
  • અહીં તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરવો પડશે.
  • આ પછી મોબાઈલ પર OTP આવશે જે તમારે દાખલ કરવો પડશે.
  • આ પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં નવું એડ્રેસ ભરો.
  • આ પછી, તમારા આધારમાં એડ્રેસ અપડેટ કરવા માટે, તમારે એડ્રેસ પ્રૂફ સ્કેન કરીને અપલોડ કરવો પડશે.
  • તે પછી સબમિટ બટન દબાવો. આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ પૂર્ણ થશે.
  • આ પછી તમે પ્રિવ્યૂ ઓપ્શનમાં આધારમાં અપડેટેડ એડ્રેસ જોઈ શકશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget