શોધખોળ કરો

Adani Group: અદાણી ગ્રુપ પર આવ્યું વધુ એક વિદેશી સંકટ, લાંચ આપવાના કેસમાં શરુ થઈ તપાસ

Gautam Adani:  દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વધુ એક વિદેશી સંકટમાં ફસાયા હોય તેમ લાગે છે. અમેરિકામાં લાંચના આરોપમાં અદાણી ગ્રુપની તપાસ ચાલી રહી છે.

Gautam Adani:  દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વધુ એક વિદેશી સંકટમાં ફસાયા હોય તેમ લાગે છે. અમેરિકામાં લાંચના આરોપમાં અદાણી ગ્રુપની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું ગૌતમ અદાણી અથવા ગ્રુપની કોઈ કંપનીએ ઉર્જા પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી છે કે નહીં. જોકે, અદાણી ગ્રુપે કહ્યું છે કે તેની પાસે આવી કોઈ તપાસ અંગે કોઈ માહિતી નથી. ગયા વર્ષે હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ પર આ બીજો વિદેશી હુમલો છે.

લાંચ આપવાના આરોપમાં તપાસ ચાલી રહી છે
બ્લૂમબર્ગ ન્યૂઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અમેરિકામાં લાંચના આરોપમાં અદાણી ગ્રુપની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોને ટાંકીને આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદી આ મામલે તપાસ કરી રહ્યા છે. આ તપાસ ન્યૂયોર્ક એટર્ની ઓફિસ અને વોશિંગ્ટનના ન્યાય વિભાગના ફ્રોડ યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપ ઉપરાંત, ભારતની રિન્યુએબલ એનર્જી કંપની Azure Power Global પણ આ તપાસના દાયરામાં આવી છે.

હિન્ડેનબર્ગના અહેવાલે ગયા વર્ષે વિનાશ વેર્યો હતો
ગયા વર્ષે, અદાણી ગ્રૂપ અંગેના હિંડનબર્ગના અહેવાલે તબાહી મચાવી હતી. રિપોર્ટમાં ગ્રૂપ કંપનીઓ પર ગેરવાજબી વ્યવહાર અને સ્ટોક મેનીપ્યુલેશનનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અહેવાલને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા હતા. તેમના સંયુક્ત માર્કેટ કેપમાં આશરે 150 અરબ ડોલરનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, કંપનીએ અદાણી એન્ટરપ્રાઇઝિસના 20 હજાર કરોડ રૂપિયાના FPO પણ પાછા ખેંચવા પડ્યા હતા.

એક પણ આરોપ સાબિત થઈ શક્યો નથી
હિંડનબર્ગ રિપોર્ટથી માત્ર અદાણી જૂથને જ નુકસાન થયું ન હતું પરંતુ તે મોટી રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત સેબીએ પણ અલગથી તપાસ શરૂ કરી હતી. પરંતુ હિંડનબર્ગ રિપોર્ટનો એક પણ આરોપ સાબિત થયો નથી. જો કે, રાજકીય લેવલે પણ આ કેસને લઈને ઉથમપાથલ મચી હતી. સત્તાધારી પાર્ટી પર અનેક આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી કોઈ નક્કર માહિતી આ કેસમાં સામે આવી નથી.

 

ટોપ સ્ટોરી

બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Embed widget