CNG Price Hike: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયો મોંધો, જાણો એક ઝટકામાં આજે કેટલો વધ્યો ભાવ
CNG Price Increased: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યાં આજે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે.
CNG Price Hike: દેશમાં મોંઘવારીનો પ્રવાહ લોકોને સતત આંચકો આપી રહ્યો છે. આજે દિલ્હીના લોકો માટે CNGની કિંમત ફરી વધી છે અને તે 2.5 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. દિલ્હીમાં CNGની કિંમતમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે અને આજે દિલ્હીમાં CNGની કિંમત 64.11 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પેટ્રોલ, ડીઝલ બાદ હવે સીએનજીના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને નોઈડામાં છેલ્લા 24 કલાકમાં સીએનજીના દરમાં 2 રૂપિયા 8 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, ત્યારબાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 14 દિવસમાં આ 12મી વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 103 રૂપિયાને પાર કરી ગયો છે.
જાણો વધારા પછી મુખ્ય શહેરોમાં શું છે ભાવ
- દિલ્હી- રૂ. 64.11 પ્રતિ કિલો
- નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ - રૂ. 66.68 પ્રતિ કિલો
- મુઝફ્ફરનગર, મેરઠ અને શામલી - રૂ. 71.36 પ્રતિ કિલો
- ગુરુગ્રામ - રૂ 72.45 પ્રતિ કિલો
- રેવાડી - રૂ 74.58 પ્રતિ કિલો
- કાનપુર, હમીરપુર અને ફતેહપુર - 75.90 રૂપિયા પ્રતિ કિલો
- કરનાલ અને કૈથલ - રૂ. 72.78 પ્રતિ કિલો
- અજમેર, પાલી અને રાજસમંદ - રૂ. 74.39 પ્રતિ કિલો
4 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો
4 દિવસમાં બીજી વખત CNGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા શુક્રવારે દિલ્હીમાં CNGની કિંમતમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે કુદરતી ગેસની કિંમતોમાં રેકોર્ડ વધારા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)ની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી માહિતી અનુસાર, દિલ્હીમાં CNGની કિંમત 64.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા મહિનાથી સાતમી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક મહિનામાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 6.5નો વધારો થયો છે.
આ પણ વાંચોઃ
Coronavirus Cases Today: ભારતમાં 715 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો આજનો આંકડો