RBIના આદેશ બાદ Zomato પર COD બિલના 72% ચૂકવણી 2,000 ની નોટોમાં થઈ
ભારતમાં જાણીતી એપ ઝોમેટોએ સોમવારે કહ્યું કે શુક્રવારથી તેમના કેશ ઓન ડિલીવરી (COD) ઓર્ડરના 72% ₹2000ની નોટમાં ચૂકવણી કરવામાં આવી રહી છે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રુપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. ભારતમાં જાણીતી એપ ઝોમેટોએ સોમવારે કહ્યું કે શુક્રવારથી તેમના કેશ ઓન ડિલીવરી (COD) ઓર્ડરના 72% ₹2000ની નોટમાં ચૂકવણી કરવામાં આવી રહી છે.
since friday, 72% of our cash on delivery orders were paid in ₹2000 notes pic.twitter.com/jO6a4F2iI7
— zomato (@zomato) May 22, 2023
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રુપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે જણાવ્યું હતું કે 2,000 રૂપિયા બદલવા માટે બેંકોમાં ભીડ કરવાની કોઈ જરૂર નથી કારણ કે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા માટે હજુ ચાર મહિના જેટલો સમય છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રક્રિયામાં આવનારા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપશે.
'દુકાનદારો 2000ની નોટ લેવાની ના પાડી શકે નહીં, જો ના પાડે તો.... ', RBI ગવર્નરનું મોટું નિવેદન
2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર હોવાની જાહેરાત બાદ લોકોમાં ટેન્શન છે કે હવે તેઓ આ નોટનું શું કરશે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટને લઈને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000 ની નોટ બદલી શકો છો, તેમજ કોઈપણ દુકાનમાં જઈ શકો છો, તમે આ નોટથી સરળતાથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઈ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. 2000 રૂપિયાની નોટો બદલી અને જમા કરાવવામાં આવશે તેવી વ્યવસ્થા હેઠળ જ સામાન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. બેંકોને આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને 2000ની નોટનો સામાન સરળતાથી ખરીદી શકો છો.
2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે નોટબંધી પછી પાછી ખેંચાયેલી નોટોની ભરપાઈ કરવા માટે રૂ. 2000ની નોટો રજૂ કરવામાં આવી હતી. આ પછી હવે આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે અને 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં સરળતાથી જમા અને બદલી શકાશે.
શક્તિકાંત દાસ કહે છે કે તમારી પાસે નોટ બદલવા માટે ઘણો સમય છે. એટલા માટે જરૂરી છે કે તમે લોકો નોટ બદલવામાં કોઈ પણ પ્રકારની ગભરાટ ના કરો. જો કોઈ સમસ્યા હશે તો RBI તેને સાંભળશે. જૂની નોટો બદલવા પર પ્રતિબંધના કારણે જનતાને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ કાળજી રાખવામાં આવી છે.