![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Air India-Airbus : Air Indiaની ઈતિહાસની સૌથી મોટી ડીલ, એરબસ પાસેથી ખરીદશે 250 પ્લેન
ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એરબસ પાસેથી 40 મોટા કદના A350 અને 210 નાના કદના એરક્રાફ્ટ ખરીદશે. ચંદ્રશેખરને કહ્યું હતું કે, આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે આશય પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
![Air India-Airbus : Air Indiaની ઈતિહાસની સૌથી મોટી ડીલ, એરબસ પાસેથી ખરીદશે 250 પ્લેન Air India-Airbus : Air India To Buy 250 Aircraft, Airbus CEO Air India-Airbus : Air Indiaની ઈતિહાસની સૌથી મોટી ડીલ, એરબસ પાસેથી ખરીદશે 250 પ્લેન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/14/54b82b2af3ffdd12d807152a861dc14a167638096416481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India-France Relationship : ભારત અને ફ્રાંસની એરબસ વચ્ચે મહાડીલ થઈ છે. ટાટા ગ્રુપે પોતાની એરલાઈન્સ માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા માટે 250 એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે. જેમાં 40 મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે આ જાણકારી આપી છે. એરલાઇન તેના કાફલા અને કામગીરીને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. જાહેર છે કે, છેલ્લા 17 વર્ષમાં પહેલીવાર એવુ બનશે જ્યારે એર ઈન્ડિયા એરક્રાફ્ટ ખરીદવા માટે ઓર્ડર આપવા જઈ રહી છે. ટાટા જૂથની માલિકી હેઠળ આવ્યા બાદ એર ઈન્ડિયાનો આ પહેલો ઓર્ડર હશે.
આ બેઠકમાં પીએમ મોદી સહિત અનેક લોકો હતા સામેલ
ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એરબસ પાસેથી 40 મોટા કદના A350 અને 210 નાના કદના એરક્રાફ્ટ ખરીદશે. ચંદ્રશેખરને કહ્યું હતું કે, આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે આશય પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અન્યો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા. આ બેઠક વીડિયો કોન્ફ્રન્સથી યોજાઈ હતી.
ગયા વર્ષે જાન્યુઆરીમાં હસ્તગત
જાહેર છે કે, કંપની મોટા કદના એરક્રાફ્ટનો ઉપયોગ લાંબા અંતરની ઉડાન માટે કરશે. 16 કલાકથી વધુ સમયની ફ્લાઇટને લાંબા અંતરની ફ્લાઇટ કહેવામાં આવે છે. ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ અધિગ્રહણ બાદ ટાટા જૂથ આ એરલાઇનને આગળ લઈ જવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે.
છેલ્લો ઓર્ડર 2005માં આપવામાં આવ્યો હતો
એરલાઈને છેલ્લે 2005માં 111 એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી 68 એરક્રાફ્ટ બોઇંગ અને 43 એરબસ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા. ટાટા જૂથે 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાના અધિગ્રહણને એક વર્ષ પૂર્ણ કર્યું હતું. એરલાઈને કહ્યું હતું કે, તે ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઐતિહાસિક ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપી રહી છે. એરલાઈને Vihaan.AI હેઠળ આગામી પાંચ વર્ષમાં પરિવર્તન માટે રોડમેપ તૈયાર કર્યો છે.
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને પાઠવ્યા અભિનંદન
આ અવસર પર પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વીડિયો કોન્ફરન્સ દ્વારા એર ઈન્ડિયા-એરબસ ભાગીદારી બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મોટી ડીલ માટે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે મેક્રોને વડાપ્રધાનને પ્રિય નરેન્દ્ર તરીકે સંબોધ્યા હતાં અને આ નવી ભાગીદારીના આમંત્રણ માટે તેમનો આભાર માન્યો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)