Airtel ના 90 દિવસના પ્લાને BSNL અને Jio નું ટેન્શન વધાર્યું, જાણો આ પ્લાન વિશે
પ્રાઈવેટ ટેલિકોમ કંપની એરટેલ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા પ્લાન રજૂ કરતી રહે છે. આ સંદર્ભમાં, કંપનીએ હવે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે.
Airtel Recharge Plan: પ્રાઈવેટ ટેલિકોમ કંપની એરટેલ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા પ્લાન રજૂ કરતી રહે છે. આ સંદર્ભમાં, કંપનીએ હવે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે, જુલાઈમાં એરટેલે તેના મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો હતો, જેના કારણે કંપનીને લાખો યૂઝર્સનું નુકસાન થયું હતું. મોંઘા પ્લાનને કારણે, ખાસ કરીને સેકન્ડરી સિમ ધરાવતા યુઝર્સે તેમના નંબર બંધ કરી દિધા હતા.
એરટેલનો 90 દિવસનો પ્લાન
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એરટેલનો આ પ્લાન 929 રૂપિયાનો છે અને તેની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને દૈનિક 1.5GB ઈન્ટરનેટ ડેટાનો લાભ મળે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS અને Wynk મ્યુઝિક એપના ફ્રી હેલો ટ્યુન્સનો લાભ પણ આપવામાં આવશે. જો મફત SMS ખતમ થઈ જાય, તો દરેક સ્થાનિક સંદેશ માટે 1 રૂપિયા અને દરેક STD સંદેશ માટે 1.5 રૂપિયાનો ચાર્જ લાગશે.
આ સિવાય આ પ્લાનમાં યુઝર્સને Airtel Xstream એપનું સબસ્ક્રિપ્શન મળે છે, જેમાં SonyLIV, Lionsgate Play અને Eros Now જેવા OTT પ્લેટફોર્મનું કન્ટેન્ટ ફ્રીમાં એક્સેસ કરી શકાય છે.
Jio અને BSNLના પ્લાન
Jio 899 રૂપિયામાં 90-દિવસનો પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં તમને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 20GB વધારાના ડેટાનો લાભ મળે છે. વધુમાં, યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 100 ફ્રી SMS મળે છે. જોકે, Jioના આ પ્લાનમાં કોઈ OTT સબસ્ક્રિપ્શન નથી. બીજી તરફ, જો આપણે BSNL વિશે વાત કરીએ, તો કંપની પાસે હાલમાં 90 દિવસની વેલિડિટી સાથેનો કોઈ પ્લાન ઉપલબ્ધ નથી.
આવી સ્થિતિમાં, એરટેલનો આ 90 દિવસનો પ્લાન વપરાશકર્તાઓ માટે એક સારો વિકલ્પ બની શકે છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ અનલિમિટેડ કૉલિંગ અને OTT પ્લેટફોર્મનો આનંદ માણવા માંગે છે.
હાલમાં યૂઝર્સની વચ્ચે એરટોલનો આ શાનદાર પ્લાન ખૂબ જ ચર્ચામાં છે. આ પ્લાનમાં તમે એક વખત રિચાર્જ કરાવ્યા બાદ 90 દિવસ સુધી રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્ત થઈ જશો.
31 ડિસેમ્બર પહેલા રાશન કાર્ડ ધારકોએ કરાવવું પડશે eKYC, જાન્યુઆરીથી લાભ મળતા બંધ થઈ જશે