શોધખોળ કરો

હવે Zepto-Swiggy અને Blinkit ને ટક્કર આપવા મેદાનમાં ઉતરી Amazon, માત્ર 10 મિનિટમાં આપશે ડિલિવરી

Amazon Now Delhi launch: વધતી માંગ વચ્ચે એમેઝોને દેશના ટોચ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ - Zepto, Instamart, Swiggy અને Blinkit સાથે સ્પર્ધા કરવા માટે એક નવી સેવા Amazon Now શરૂ કરી છે.

Amazon Now Delhi launch: દેશની ઈ-કોમર્સ સેવામાં પહેલાથી જ સંકળાયેલી અમેરિકન કંપની એમેઝોન હવે ક્વિક ડિલિવરી સેવામાં પ્રવેશી છે. તેની સેવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. આ પછી, તમે દેશના બાકીના ટોચના ક્વિક કોમર્સ પ્લેટફોર્મ - ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ, સ્વિગી અને બ્લિંકિટની જેમ 10 મિનિટમાં એમેઝોન નાઉ પર તમારા માલની ડિલિવરી કરાવી શકો છો. અગાઉ, ગયા મહિને બેંગલુરુમાં એક સફળ પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો.

ક્વિક સર્વિસમાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે

આ પછી, એમેઝોન નાઉ હવે ફક્ત 10 મિનિટમાં તમારા ઘરે માલ પહોંચાડશે. અત્યાર સુધી, એમેઝોનમાંથી કોઈપણ માલ ખરીદ્યા પછી, તેને ઘરે પહોંચવામાં એક થી બે દિવસ લાગતો હતો. આવી સ્થિતિમાં, ક્વિક સર્વિસમાં એમેઝોન નાઉના પ્રવેશ સાથે, આગામી દિવસોમાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે. જૂનમાં, ઈ-કોમર્સ કંપની એમેઝોને બેંગલુરુમાં તેની ફાસ્ટ ડિલિવરી સેવા શરૂ કરી હતી. હવે તેણે સૌપ્રથમ તેને પશ્ચિમ દિલ્હીથી શરૂ કરી છે, જે સમગ્ર શહેરમાં શરૂ કરવામાં આવશે.

સમગ્ર દિલ્હીમાં ટૂંક સમયમાં સેવા શરૂ થશે

ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં, એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) અભિનવ સિંહે જણાવ્યું હતું કે દિલ્હીના મોટા ભાગમાં સેવા શરૂ થઈ ગઈ છે અને નેટવર્ક ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ટૂંક સમયમાં તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બાકીના ભાગોમાં પણ શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે ગયા મહિને એમેઝોને ભારતમાં તેની ડિલિવરી સેવાને મજબૂત બનાવવા માટે $2000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ પછી, એમેઝોન દેશભરમાં મોટી સંખ્યામાં ડાર્ક સ્ટોર્સ ખોલવા પર ભાર મૂકી રહ્યું છે. આ વેરહાઉસ છે જે શહેરની અંદર બનાવવામાં આવ્યા છે, જેથી ઓર્ડરની ડિલિવરી સરળતાથી અને ઝડપથી થઈ શકે.

બજારમાં સ્પર્ધા વધુ તિવ્ર બની

એમેઝોન નાઉના આગમન સાથે, બજારમાં સ્પર્ધા વધુ ઉગ્ર બની છે. ઝોમેટોની સેવા બ્લિંકિટ, સ્વિગીની ઇન્સ્ટામાર્ટ સેવા અને ઝડપથી વિકસતી ઝેપ્ટો પહેલાથી જ 10-15 મિનિટમાં ડિલિવરી આપી રહી છે. હવે એમેઝોનની એન્ટ્રી આ કંપનીઓને એક મુશ્કેલ પડકાર આપી શકે છે. એમેઝોન કહે છે કે હવે તે ફક્ત પુસ્તકો કે ગેજેટ્સ જ નહીં, પરંતુ ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાતી દરેક આવશ્યક વસ્તુને અતિ-ઝડપી ડિલિવરી સાથે પહોંચાડવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Embed widget