આ તારીખથી શરૂ થશે Amazon Prime Day Sale, જાણો કયા સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ
સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, ટીવી, અમેઝોન ડિવાઈસ, ફેશન એન્ડ બ્યૂટી, હોમ એન્ડ કિચન ફર્નીચર જેવી અનેક કેટેગરીમાં વિવિધ પ્રોડક્ટ્સ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે.
નવી દિલ્હીઃ અમેઝોન પ્રાઇમ ડે સેલ ફરી આવી રહ્યો છે. આ સેલની શરૂઆત 26 જુલાઈએ રાત્રે 12 વાગ્યાથી થશે અને 27 જુલાઈએ મધરાત સુધી ચાલશે. બે દિવસ સુધી ચાલનારો આ સેલ પ્રાઈમ મેમ્બર્સ માટે એક્સક્લુસિવ હશે.
સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, ટીવી, અમેઝોન ડિવાઈસ, ફેશન એન્ડ બ્યૂટી, હોમ એન્ડ કિચન ફર્નીચર જેવી અનેક કેટેગરીમાં વિવિધ પ્રોડક્ટ્સ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. સેલ દરમિયાન અનેક નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ થશે.
કેટલું મળશે ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 5G, Redmi Note 10S, Redmi Note 10 Pro Max, iPhone 11, OnePlus 9R 5G અને Redmi Note 10 જેવા અનેક ફોન પર ડિલ મળશે. અમેઝોને જાણકારી આપી છે કે એચડીએફસી બેંક એકાઉન્ટ હોલ્ડર્સને સ્માર્ટફોન પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત ગ્રાહકો સેલ દરમિયાન પોતાનો જુનો સ્માર્ટફોન બદલીને નવો ખરીદી શકશે. ઉપરાંત ગ્રાહકોને નો કોસ્ટ ઈએમઆઈનો લાભ પણ મળશે.
શું છે પ્રાઈમ મેમ્બરશિપની ફી
અમેઝોન પ્રાઇમની વાર્ષિક મેમ્બરશિપ 999 રૂપિયા છે. જો તમારે એક વર્ષ માટે ન લેવી હોય તો ત્રણ મહિનાના પ્લાનના 329 રૂપિયા અને એક મહિનાના પ્લાનના 129 રૂપિયા છે. અમેઝોન પ્રાઇમ મેમ્બરશિપથી તમને પ્રાઇમ ડે એક્સેસ મળશે ઉપરાંત ફ્રી એન્ડ ફાસ્ટ ડિલિવરી, અનલિમિટેડ વીડિયો, એડ ફ્રી મ્યુઝિક, એક્સક્લૂસિવ ડીલ્સ તથા અનેક પ્રકારની ગેમ રમવાનો મોકો મળશે. 18 થી 24 વર્ષના યુવાઓને પ્રાઈમ મેમ્બરશિપ માટે સ્પેશિયલ ઓફર આપવામાં આવે છે.
Its here, Its 2️⃣ 6️⃣ and 2️⃣ 7️⃣ July. See you all there… #DiscoverJoy #AmazonPrimeDay
— Amazon India (@amazonIN) July 8, 2021
Amazon ના ગુજરાતમાં પ્રથમ ડિજિટલ સેન્ટરનો સુરતમાં પ્રારંભ
એમેઝોનના સુરત સ્થિત ડિજિટલ સેન્ટરનું તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓપનિંગ કર્યું હતું. સુરતમાં એમેઝોનનું ફેસિલિટી સેન્ટર કાર્યરત થવાથી સુરતના મેન્યુફેક્ચરર્સને તમના ઉત્પાદનોને વેચાણ કરવા માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહેશે તેવી મુખ્યંત્રીએ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં સુરત મિની ઈન્ડિયા તરીકે ઓળખ ધરાવે છે, દેશના વિવિધ રાજ્યના લોકો ડાયમંડ, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગમાં રોજગારી માટે સુરતમાં વસેલા છે. સુરતમાં ગ્લોબલ ટ્રેડ કોમર્સ લીડર એમોઝનના ડિજીટલ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ થવાથી નાના, મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થશે.