શોધખોળ કરો
ફેસબુક બાદ રિલાયન્સ Jioને મળ્યો વધુ એક રોકાણકાર, જાણો કેટલા કરોડનું કરશે રોકાણકાર
ફેસબુક સાથે થયેલી ડીલના બે સપ્તાહથી પણ ઓછા સમયમાં જિયો પ્લેટફોર્મની આ બીજી ડીલ છે.
નવી દિલ્હીઃ અમેરિકાની પ્રાઇવેટ ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો પ્લેટફોર્મ્સમાં એક ટકા હિસ્સો ખરીદ્યો છે. સિલ્વર લેકે આ હિસ્સો 5655.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.90 લાખ કરોડ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 5.15 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત આ રોકાણ ફેસબુક દ્વારા કરવામાં આવેલા રોકાણના ઈક્વિટી વેલ્યૂએશનના 12.5 ટકા પ્રીમિયમને દર્શાવે છે.
ફેસબુક સાથે થયેલી ડીલના બે સપ્તાહથી પણ ઓછા સમયમાં જિયો પ્લેટફોર્મની આ બીજી ડીલ છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો હતો. અર્થાત જિયો પ્લેટફોર્મ્સમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને નિર્ધારીત સમય પહેલા જ દેવા મુક્ત કરવા માંગે છે.
રિલાયન્સ પર હાલ 1.61 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. સિલ્વર લેક સાથે ડીલ પર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, ભારતીય ડિજિટલ ઈકો સિસ્ટમના વિકાસ માટે સિલ્વર લેકને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સ્વાગત કરતાં મને ખુશી થઈ રહી છે. તેનાથી તમામ ભારતીયોને લાભ મળશે. સિલ્વર લેક ટેકનોલોજી અને નાણાકીય મામલે સૌથી સન્માનિત સંસ્થાઓ પૈકીની એક છે. સિલ્વર લેકના વૈશ્વિક સંબંધોનો લાભ ભારતીય ડિજિટલ સોસાયટીમાં બદલાવ લાવવામાં મળશે.
સિલ્વર લેકના મેનેજિંગ પાર્ટનર અને જોઈન્ટ સીઈઓ અગૉન ડરબને જિયોની પ્રશંસા કરતા કહ્યું, જિયો પ્લેટફોર્મ વિશ્વની સૌથી નોંધનીય કંપનીઓ પૈકી એકની છે. જેનું નેતૃત્વ એક અવિશ્વસનીય રૂપથી મજબૂત ટીમ કરી રહી છે. અમે જિયો મિશનને આગળ વધારવામાં મદદ કરવા મુકેશ અંબાણી અને રિલાયન્સ તથા જિયોની ટીમ સાથે ભાગીદારી કરીને પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement