AMUL : 5 ટકા GSTની અસર, અમૂલે દહીં, છાશ, લસ્સીના ભાવમાં કર્યો વધારો, જાણો કેટલા ભાવ વધ્યા
Amul increased prices : દહીં, છાશ અને લસ્સીના પેકેટ ઓર GST લાગુ થતા અમૂલે ભાવ વધાર્યો.
ANAND : દૂધની બનાવટોના પેકેટ પર આજથી 5 ટકા GST લાગુ થતા અમૂલે આ બનાવટોના ભાવ વધાર્યા છે. અમૂલે દહીં, છાશ અને લસ્સીમાં 1 થી 4 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો છે.
1)મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1 રૂપિયાનો વધારો.
2)મસ્તી દહીં 400 ગ્રામમાં 2 રૂપિયાનો વધારો
3)મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો.
4)છાશ 500 મિલી પાઉચમાં 1રૂપિયાનો વધારો.
5)અમુલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1 રૂપિયાનો વધારો.
અમૂલના આ ઉત્પાદનોમાં ભાવ વધારો આવતીકાલ તા.19-07-2022થી અમલમાં આવશે
5 ટકા GSTને કારણે આ 10 વસ્તુઓ મોંઘી થઇ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલે તાજેતરમાં તેની બેઠકમાં માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણાને તૈયાર અથવા પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) મંજૂરી આપી છે.
ઘઉં અને અન્ય અનાજ અને ચોખા જેવા ઉત્પાદનો પર 5% GST વસૂલવા. તેવી જ રીતે, ટેટ્રા પેક અને બેંક દ્વારા જારી કરાયેલા ચેક પર 18 ટકા જીએસટી અને એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી વસૂલવામાં આવશે.
ઘરમાં વપરાતી આ 10 વસ્તુઓ થઈ ગઈ મોંઘી
દહીં, લસ્સી અને છાશ (5% GST)
પનીર (5% GST)
તમામ પ્રકારનો ગોળ (5% GST)
ખાંડસારી ખાંડ (5% GST)
કુદરતી મધ (5% GST)
આલુ, ચુડા (5% GST)
ચેના મુરકી (5% GST)
ચોખા, ઘઉં, રાઈ, જવ (5% GST)
લોટ (5% GST)
ટેન્ડર નાળિયેર પાણી (5% GST)