Amul Milk Price Hike: દિવાળી પહેલા મોંઘવારીએ તોડી આમ આદમીની કમર, અમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ, જાણો શું છે નવો ભાવ
Amul Milk Price Hike: અમૂલ કંપનીએ દિલ્હીમાં દૂધના ભાવમાં રૂ.નો વધારો કર્યો છે. અહીં હવે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
Amul Milk Price Hike: તહેવારો પહેલા હવે ફરી એકવાર જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. અમૂલ કંપનીએ દિલ્હીમાં દૂધના ભાવમાં રૂ. 2 નો વધારો કર્યો છે. અહીં હવે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જે પહેલા 61 રૂપિયા હતી. અગાઉ અમૂલે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. તેનું કારણ વધતી જતી કિંમતને કારણભૂત ગણાવી હતી.
આ વધારો અચાનક થયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તેના ફુલ ક્રીમ દૂધની કિંમત 2 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 63 રૂપિયા પ્રતિ લિટર કરી છે જે અગાઉ 61 રૂપિયા પ્રતિ લિટર હતી. જો કે દૂધના ભાવ વધારા અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અગાઉ બે વખત કર્યો છે ભાવ વધારો
અમૂલે આ રીતે ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ અગાઉ ઓગસ્ટ અને માર્ચમાં ઉત્પાદનની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને તેના દૂધ ઉત્પાદનના ભાવમાં વધારો કર્યો હતો. અગાઉ ઓગસ્ટમાં અમૂલ સહિતના મોટા દૂધ ઉત્પાદકો અને વિતરકોએ તેમના ઉત્પાદનોના ભાવમાં રૂ.નો વધારો કર્યો હતો. મધર ડેરી જેવી મિલ્ક બ્રાન્ડે પણ અમૂલના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો.
ભાવ વધવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાશે
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આજના વધેલા ભાવ ઘરના બજેટને અસર કરી શકે છે, કારણ કે દૂધ સૌથી વધુ વપરાતી વસ્તુઓમાંની એક છે. નવા દર પ્રમાણે હવે અમૂલ શક્તિ દૂધ 50 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ સોના 62 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ તાઝા 56 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ
જો બાઇડેને પાકિસ્તાનને લગાવી ફટકાર, ગણાવ્યો વિશ્વનો સૌથી ખતરનાક દેશ
ભૂખમરા મામલે પાકિસ્તાન અને શ્રીલંકાથી પણ ભારત પાછળ, જાણો કેટલામું છે સ્થાન