(Source: ECI/ABP News/ABP Majha)
Pakistan: જો બાઇડેને પાકિસ્તાનને લગાવી ફટકાર, ગણાવ્યો વિશ્વનો સૌથી ખતરનાક દેશ
અમેરિકી પ્રમુખ જો બાઇડેને ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીના સ્વાગત સમારોહમાં કહ્યું કે, "મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે."
Joe Biden on Pakistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. તેણે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીના સ્વાગત સમારોહમાં કહ્યું કે, "મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે." તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ અપૂરતા છે.
'બંને દેશો ભાગીદાર છે'
આ પહેલા અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધોને એક જ દૃષ્ટિકોણથી નથી જોતું, બંને અલગ-અલગ રીતે અમેરિકાના ભાગીદાર છે.
F-16 એરક્રાફ્ટ માટે આપવામાં આવેલા પેકેજ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા
બાઇડેન પ્રશાસનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને નવીનતમ અમેરિકન F-16 સુરક્ષા સહાય આપવાના અમેરિકાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. વિદેશ મંત્રીએ અમેરિકાની એ દલીલ પર સવાલ ઉઠાવ્યા હતા કે પાકિસ્તાનને F-16 ફાઈટર જેટની જાળવણી સંબંધિત પેકેજ આતંકવાદ સામે લડવા માટે છે.
આવું કહીને તમે કોઈને મૂર્ખ નથી બનાવી શકતા
જયશંકરે કહ્યું હતું કે, બધા જાણે છે કે F-16 ફાઈટર જેટનો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ થાય છે. ભારતીય-અમેરિકનો સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 'તમે આવી વાતો કરીને કોઈને મૂર્ખ નથી બનાવી રહ્યા.'
કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા
તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો હતો.. રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે યુએન જનરલ એસેમ્બલીમાં ચર્ચા દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે બુધવારે (12 ઓક્ટોબર) પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું કે ઈસ્લામાબાદના આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય સમુદાયના "સામૂહિક તિરસ્કાર" ને પાત્ર છે.
"One of the most dangerous nations in world..." US President Biden's candid comment on Pakistan
— ANI Digital (@ani_digital) October 15, 2022
Read @ANI Story | https://t.co/slHvXQuziv#US #Pakistan #JoeBiden #Dangerouscountrypakistan pic.twitter.com/BczYrUNqRU
આ પણ વાંચોઃ