શોધખોળ કરો

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ

અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા નવો ભાવ જાહેર; આવતીકાલથી જ અમૂલ તાજા દૂધ 55 ના બદલે 57 રૂપિયામાં મળશે.

Amul Milk Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી ચર્ચાઓ તો ચાલી જ રહી છે, ત્યાં જ સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation Ltd.  - GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અત્યંત પ્રાથમિક જરૂરિયાત એવા દૂધમાં થયેલો આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે.

અમૂલ (Amul Milk) દ્વારા જાહેર કરાયેલા નવા ભાવપત્રક મુજબ અલગ-અલગ કેટેગરીમાં દૂધ મોંઘુ થયું છે. જો લોકો દ્વારા સૌથી વધુ વપરાતા 'અમૂલ તાજા' દૂધની વાત કરીએ તો, 1 લિટરનો ભાવ જે અત્યાર સુધી 55 રૂપિયા હતો, તે હવે વધીને 57 રૂપિયા થઈ ગયો છે. જ્યારે તેની 500ML ની થેલી લેવા જશો તો તે હવે 28 રૂપિયાની જગ્યાએ 29 રૂપિયામાં મળશે. આ ઉપરાંત 'અમૂલ ગોલ્ડ' ની 500ML ની થેલીના ભાવમાં પણ 1 રૂપિયાનો વધારો થતા તે 34 થી 35 રૂપિયાની થઈ ગઈ છે. ચાના રસિયાઓ માટે 'અમૂલ ટી સ્પેશિયલ' દૂધનો 1 લિટરનો ભાવ 63 રૂપિયાથી વધારીને સીધો 66 રૂપિયા કરી દેવાયો છે. જ્યારે ભેંસનું દૂધ વાપરતા લોકો માટે 500ML નો ભાવ 37 રૂપિયાથી વધીને 39 રૂપિયા થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, અમૂલ દ્વારા મે 2025 પછી દૂધના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો ન હતો. લગભગ એક વર્ષ બાદ આ નિર્ણય લેવાયો છે. ફેડરેશનનું કહેવું છે કે પશુઓનો આહાર, દૂધનું પેકેજિંગ અને વાહનવ્યવહાર (બળતણ) પાછળનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે.

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

આ ઈનપુટ ખર્ચને પહોંચી વળવા માટે જ દૂધના વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% જેટલો સામાન્ય વધારો કરવો પડ્યો છે. જોકે, ગ્રાહકો માટે ભલે આ ખર્ચ વધ્યો હોય, પરંતુ દૂધ ઉત્પાદક ખેડૂતો માટે આ સારી વાત છે. અમૂલના નિયમ મુજબ, ગ્રાહકો પાસેથી મળતા 1 રૂપિયામાંથી 80 પૈસા (એટલે કે 80% હિસ્સો) સીધો જ પશુપાલકો અને ખેડૂતોને પરત આપવામાં આવે છે.

દૂધસાગર ડેરીના ચેરમેન કોણ બનશે? આજની સામાન્ય સભામાં થશે નક્કી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget