Anand Mahindra: આનંદ મહિન્દ્રાએ વીડિયો ટ્વિટ કરી પૂછ્યો સવાલ, સાચો જવાબ આપનાર પ્રથમ વ્યક્તિને મળશે એક ટ્રેક્ટર
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરીને સવાલ પૂછ્યો હતો
Anand Mahindra Twitter Quiz: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરીને સવાલ પૂછ્યો હતો. મહિન્દ્રાએ સવાલ કર્યો હતો કે જે પણ વ્યક્તિ આ વાહનને ક્યા દેશમાં નિકાસ કરવામાં આવ્યું છે તેની જાણકારી આપશે તો તેને વીડિયોમાં જોવા મળતા ટ્રેક્ટરમાંથી એક સ્કેલ-મોડલ ટ્રેક્ટર આપવામાં આવશે.
These are Mahindra Tractors of course, but which country is this? I’ll send the first person with the right answer a scale model tractor shown in the accompanying pic. pic.twitter.com/TkA1Y5AlwD
— anand mahindra (@anandmahindra) October 12, 2022
આનંદ મહિન્દ્રાએ ટ્વીટમાં લખ્યું હતું કે આ મહિન્દ્રા ટ્રેક્ટર છે પરંતુ આ કયો દેશ છે? હું સાચો ઉત્તર આપનાર પ્રથમ વ્યક્તિને ફોટોમાં બતાવવામાં આવેલ સ્કેલ મોડલ ટ્રેક્ટર મોકલીશ.
વીડિયોમાં શું છે?
વીડિયોમાં કેટલાક ટ્રેક્ટર એક લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે, જેમાંથી બે પર ડ્રાઈવરો સવાર છે. પ્રથમ ટ્રેક્ટરની ટ્રોલી સીવણ મશીન અને અન્ય વસ્તુઓ સાથે શણગારેલી જોવા મળે છે. બીજા ટ્રેક્ટર પર એક મહિલા હસતી જોવા મળે છે. તેની ટ્રોલી પર લાકડાની બોટ સજાવવામાં આવી છે. લાઇનમાં ઉભેલા એક કાચની કેબિનવાળા ટ્રેક્ટરની ટ્રોલીને પણ સજાવવામાં આવી છે.
The flags confused most people. This is Dos Irmãos, *Brazil* A Fest celebrating the arrival of German settlers. @Shivana08596105 beat @MayankS29063346 by 0.1 sec! However, I think both deserve the prize, don't you? Can you both please DM @MahindraRise with your contact details? https://t.co/StoxR0jERr
— anand mahindra (@anandmahindra) October 12, 2022
વિડિયો જોઈને એવું લાગે છે કે ટ્રેકટરો કોઈ સમારંભનો ભાગ છે. આ સિવાય આનંદ મહિન્દ્રાએ બે તસવીરો શેર કરી છે, જેમાં મહિન્દ્રા ટ્રેક્ટરનું અર્જુન નોવો મોડલ બતાવવામાં આવ્યું છે. ટ્રેક્ટરના ચિત્રના બોક્સમાં લખ્યું છે કે, "ટેકનોલોજી જે અસંભવ કામ કરે છે ".
મહિન્દ્રા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ છે અને વોલ્યુમની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક કંપની છે. મહિન્દ્રાએ તેની વેબસાઈટ પર માહિતી આપી છે કે, "40 થી વધુ દેશોમાં હાજરી સાથે મહિન્દ્રાએ પોતાની ગુણવતાનો લાભ ઉઠાવ્યો છે. મહિન્દ્રા ડેમિંગ એવોર્ડ અને જાપાનીઝ ક્વોલિટી મેડલ બંને જીતનાર વિશ્વની એકમાત્ર ટ્રેક્ટર બ્રાન્ડ છે.