શોધખોળ કરો
Advertisement
એશિયન પેઇન્ટ્સે રજૂ કરી બ્યૂટીફુલ હોમ્સ સર્વિસ, આ છે તેની ખાસ વિશેષતા
બ્યૂટીફુલ હોમ્સ સર્વિસને ભારતભરમાં નવ અગત્યના શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે.
અમદાવાદઃ ભારતીય મકાનધારકોને તેમના ઘર પ્રત્યે હંમેશા લાગણીયુક્ત સંબંધ હોય છે. આ બાબતને ધ્યાને લેતા એશિયન પેઇન્ટ્સે નવી, સરળ અને અંતરાયમુક્ત સર્વિસ શરૂ કરી છે જે લોકોને પોતે ચાહે તેવા ઘરોનું સર્જન કરવામાં સહાય કરે છે. એશિયન પેઇન્ટ્સની ’બ્યૂટીફુલ હોમ્સ સર્વિસ એ વિશિષ્ટ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન છે જે ગ્રાહકોને પોતાની રીતે તેમના સ્વપ્નનું ઘર ડિઝાઇન કરવા માટે વ્યાવસાયિક અમલ સાથે અંગત ઇન્ટેરિયર ડિઝાઇન સર્વિસ પૂરી પાડે છે.
એશિયન પેઇન્ટ્સની બ્યૂટીફુલ હોમ સર્વિસ સાથે ગ્રાહકો ફક્ત તેમની માન્યતા અનુસાર અંગત ઇન્ટેરિયર્સ મેળવે છે એટલું જ નહી પરંતુ તે પણ તેમના બજેટમાં અને સમય અનુસાર મેળવે છે. નવી સર્વિસ શરૂથી લઇને અંત સુધી સમગ્ર ડિઝાઇન મુસાફરીનું સંચાલન કરવા માટે વ્યાવસાયિક ટીમ ઓફર કરીને તેમના ગ્રાહકો માટે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે. આ પ્રક્રિયા માટે સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ એવા કસ્ટમર એક્સપિરીયન સ્પેસિયાલિસ્ટ સમગ્ર કાર્ય પર દેખરેખ રાખશે અને તેમાં સંકળાયેલા દરેક વેન્ડર્સ સાથે સંકલન કરશે જેથી ગ્રાહકોને સરળ અને અંતરાયમુક્ત અનુભવ થાય. બ્યૂટીફુલ હોમ્સ સર્વિસ હોમ ઇન્ટેરિયર ડિઝાઇનમાં ઉચ્ચ કક્ષાનો અમલ થાય તેની ખાતરી રાખે છે અને એશિયન પેઇન્ટ્સ દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રોટોકોલ્સને અનુસરે છે.
એશિયન પેઇન્ટ્સ લિમીટેડના એમડી અને સીઇઓ અમિત સિંગલે જણાવ્યું હતું કે, “આજના ગ્રાહકો તેમના સ્વપ્નના ઘરના સર્જનને અનુસરે છે ત્યારે પોતે શું છે તેનું પણ પ્રતિબિંબ પડે તેની ઇચ્છા રાખતા હોય છે, તેમજ કમનસીબે તેમને નિયત ટેમ્પ્લેટ્સમાંથી ડિઝાઇનોની પસંદગી કરવી પડે છે. વધુમાં, ન્યુ નોર્મલે અનેક ગ્રાહકોને તેમના ઘરો અને જગ્યા સાથે અલગ રીતે વ્યસ્ત રાખવા માટે પ્રોત્સાહન આપ્યું છે. ઘરો ઓફિસ, જીમ, વર્ગખંડ અને તેનાથી વધુ હેતુમાં રૂપાંતરીત થયા છે. આ રહેવાની જગ્યાના વિવિધ ઉપયોગે ઘરની ડિઝાઇનમાં અંગતપણા માટેની જરૂરિયાતને ઉજાગર બનાવી છે. એશિયન પેઇન્ટ્સ ખાતે અમે ગ્રાહકોને સ્વપ્ન જોવા માટે સક્ષમ બનાવવાના સાથે તેમના સ્વપ્નોને જીવમાં પણ લાવીએ છીએ. બ્યૂટીફુલ હોમ્સ સર્વિસ લોકોને તેમના ઘરોને ચિંતા કર્યા વિના પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે.”
બ્યૂટીફુલ હોમ્સ સર્વિસને ભારતભરમાં નવ અગત્યના શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે જેથી ગ્રાહકોને અંગત અને વ્યાવસાયિક ઇન્ટેરિયર ડિઝાઇન અનુભવ પૂરો પાડી શકાય. બ્યૂટીફુલ હોમ્સ સર્વિસે ગ્રાહકો માટે કોવિડ સમય દરમિયાન ટોચની સુરક્ષા હાથ ધરે છે. એશિયન પેઇન્ટ્સે આ સર્વિસ માટે બે ડિજીટલ ફિલ્મ્સ સાથે એક કેમ્પેન પણ પ્રસિદ્ધ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion