શોધખોળ કરો

વધુ એક IPO માં રોકાણકારોને નુકસાન, એવલોન ટેક્નોલોજીસનું સુસ્ત લિસ્ટિંગ, જાણો ક્યા ભાવે થયો લિસ્ટ

IPO 2.34 ગણો ભરાઈને બંધ થયો હતો. કંપનીએ રૂ. 865 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો.

Avalon Technologies IPO Listing: ચેન્નાઈ સ્થિત એવલોન ટેક્નોલોજીસનો સ્ટોકનું સેકન્ડરી માર્કેટમાં સુસ્ત લિસ્ટિંગ થયું છે. સ્ટોક શેરબજારમાં આઈપીઓ પ્રાઈસ 436 રૂપિયાની સામે BSE પર રૂ. 431 પર ખૂલ્યો હતો, જે ઇશ્યૂ કિંમતમાં 1.1 ટકાનું ડિસ્કાઉન્ટ હતું. શેરદીઠ રૂ. 436ની ઇશ્યૂ કિંમત સામે સ્ટોક NSE પર લિસ્ટિંગ ભાવ રૂ. 436ની સમકક્ષ હતો. ઇશ્યૂ ભાવે તેની માર્કેટ મૂડી રૂ. 2,850 કરોડ હતી.

IPO 2.34 ગણો ભરાઈને બંધ થયો હતો. કંપનીએ રૂ. 865 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો. આ માટે પ્રતિ શેર 415-436 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. IPOમાં રૂ. 320 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રમોટરો અને વર્તમાન શેરધારકોએ ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 545 કરોડનો હિસ્સો વેચ્યો હતો. પ્રાઇસ બેન્ડ મુજબ, એક લોટમાં 34 સ્ટોક ઉપલબ્ધ થશે.

ફંડ ક્યાં વાપરવામાં આવશે

DRHP ફાઇલિંગ અનુસાર, કંપની IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ દેવું ચૂકવવા, કાર્યકારી મૂડી માટે ભંડોળ એકત્ર કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી IPOની મંજૂરી મળી હતી. આ જાહેર ઓફરમાં, ઇશ્યુનો 75% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIBs) માટે, 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે અને 10% રિટેલ ઇન્વેસ્ટર્સ માટે આરક્ષિત હતો.

એવલોન ટેક બિઝનેસ

એવલોન ટેક્નોલોજીસની સ્થાપના 1999માં થઈ હતી. તે એન્ડ ટુ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ સોલ્યુશન્સ પ્રોવાઈડર છે. કંપનીના યુએસ અને ભારતમાં 12 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. જેએમ ફાઇનાન્શિયલ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ ઇન્ડિયાને આઇપીઓ માટે મર્ચન્ટ બેન્કર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Avalon Techના IPO વિશે જાણીએ કેટલીક ખાસ વાતો

આ IPO ફક્ત 31 માર્ચ, 2023 ના રોજ એન્કર રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો.

એવલોન ટેકનો IPO આ નાણાકીય વર્ષનો પ્રથમ IPO હતો જે 3 એપ્રિલ, 2023 થી સામાન્ય રોકાણકારો માટે ખુલ્લો હતો.

કંપનીએ પહેલાથી જ 24 એન્કર રોકાણકારો દ્વારા રૂ. 389.25 કરોડ એકત્ર કર્યા હતા.

એવલોન ટેકના આઈપીઓની કુલ ઈશ્યુ સાઈઝ રૂ. 865 કરોડ છે.

આ IPOમાં નવા શેર અને ઓફર ફોર સેલ બંને હેઠળ શેર જારી કરવામાં આવ્યા હતા.કંપનીએ 24 એન્કર રોકાણકારોને 8,927,751 શેર ફાળવ્યા છે.

BSE અનુસાર, આ શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ. 2 છે.

જેમાં રૂ. 320 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા હતા અને બાકીના શેરો ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવ્યા હતા.

આ IPOના શેરની પ્રાઇસ બેન્ડ રૂપિયા 415 થી 436 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

આ ઈસ્યુમાંથી, 75 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIP), 15 ટકા નોન-ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે અને 10 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Embed widget