શોધખોળ કરો

Axis Bankમાં મોટી છટણી, 100 સિનિયર કર્મચારીઓેને નોકરીમાંથી કાઢી મુકાશે

Axis Bank Layoffs: દેશની ત્રીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક Axis Bank માં કર્મચારીઓની છટણી થવા જઈ રહી છે.

Axis Bank Layoffs: દેશની ત્રીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક Axis Bank માં કર્મચારીઓની છટણી થવા જઈ રહી છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, બેન્કે તેના ઘણા કર્મચારીઓને નોકરી છોડી દેવા કહ્યું છે. આ છટણીઓ બેન્કની રેગ્યુલર અપ્રેઝલ પ્રોસેસનો એક ભાગ છે, જેમાં કર્મચારીઓને તેમના પ્રદર્શનના આધારે રિવોર્ડ આપવામાં આવે છે અથવા તેમનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે અથવા છટણી કરવામાં આવી રહી છે.

100થી વધુ સિનિયર કર્મચારીઓની છટણી

રિપોર્ટ અનુસાર, બેન્કે તેના 100થી વધુ સિનિયર કર્મચારીઓને તેમની નોકરી છોડી દેવા કહ્યું છે. એક્સિસ બેન્કના એમડી અમિતાભ ચૌધરીએ આ અંગે કહ્યું છે કે, "દરેક સંસ્થાની જેમ અમે પણ નાણાકીય વર્ષના અંતે એક ડિટેલ્સ અપ્રેઝલ સાઇકલ ચલાવી છીએ. 24 એપ્રિલના રોજ બેન્કના માર્ચ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે તેમણે મીડિયા સાથે વાત કરી અને કહ્યું, "ઘણા કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા છે અથવા તો પ્રમોશન આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ મામલે કેટલાક લોકો પાછળ રહી જાય છે.

એટલા માટે દરેકનું પરફોર્મ મહત્વપૂર્ણ છે

તેમણે વધુમાં કહ્યું હતું કે, "બેન્કિંગ ઉદ્યોગ ઘણા જુદા જુદા ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરી રહ્યો છે. કેટલાક વ્યવસાયો ખીલે છે, જ્યારે અન્ય દબાણ હેઠળ રહે છે. બેન્ક ચોક્કસ ક્ષેત્રોમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખે છે અને તેથી દરેક ક્ષેત્રનું પ્રદર્શન મહત્વપૂર્ણ બની જાય છે. આ આધારે છટણી પણ જરૂરી બની જાય છે. આ આપણા વાર્ષિક ચક્રનો નિયમિત ભાગ છે."

ચોથા ક્વાર્ટરમાં બેન્કનો નફો ઘટ્યો

નાણાકીય વર્ષ 2025ના માર્ચ ક્વાર્ટરમાં બેન્કે ગયા વર્ષના 7,130 કરોડ રૂપિયાની સરખામણીમાં 7,117 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. બેન્કની વ્યાજમાંથી આવક માત્ર 6 ટકા વધી છે, જે નાણાકીય વર્ષ 2024માં  13,089 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2025માં 13,811 કરોડ રૂપિયા થઈ છે.

દેશની જાણીતી IT કંપની Infosys એ 240 એન્ટ્રી લેવલના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ ટ્રેઇની કર્મચારીઓ ઈન્ટરનલ ટેસ્ટમાં પાસ થઇ શક્યા નહોતા. કંપનીએ 18 એપ્રિલે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં કંપનીએ 300 થી વધુ ટ્રેઇની કર્મચારીઓને છૂટા કર્યા હતા. જોકે, ઇન્ફોસિસે આ યુવાનોને NIIT અને UpGrad માં મફતમાં કૌશલ્ય શીખવાની તક આપી છે જેથી તેઓ ભવિષ્ય માટે કંઈક સારું કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું
8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget