શોધખોળ કરો
Advertisement
બજાજે 1 લાખ રૂપિયાનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, ફૂલ ચાર્જ પર કેટલા KM ચાલશે? જાણી વિગત
ઈલેક્ટ્રિક સ્કૂટરનું પ્રી-બુકિંગ 15 જાન્યુઆરી એટલે આજથી શરૂ થશે. ડિલીવરી ફેબ્રુઆરીના અંત સુધી મળશે. કંપનીએ તેના અર્બન અને પ્રીમિયમ બે વેરિયન્ટ લોન્ચ કર્યાં છે.
મંગળવારે બજાજે લાંબા સમય બાદ તેમના ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યું હતું. તેની એક્સ-શોરૂમ પ્રાઈઝ અંદાજે એક લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ તેના અર્બન અને પ્રીમિયમ બે વેરિયન્ટ લોન્ચ કર્યાં છે. તેમાં છ કલર વેરિયન્ટ સાયબર વ્હાઈટ, હેઝલનટ, સિટ્રસ રશ, વેલ્યૂટો રોજો, ઈન્ડિગો મેટેલિક અને બ્રુક્લન બ્લેકમાં ખરીદી શકાશે. ઈલેક્ટ્રિક સ્કૂટરનું પ્રી-બુકિંગ 15 જાન્યુઆરી એટલે આજથી શરૂ થશે. ડિલીવરી ફેબ્રુઆરીના અંત સુધી મળશે.
બજાજ ચેતક ઈલેક્ટ્રિકમાં 3 કિલોવોટની બેટરી અને 4080 વોટની મોટર મુકવામાં આવી છે. તે 16Nmનો ટોર્ક જનરેટ કરે છે. બેટરી અને મોટરને IP67 રેટિંગ આપવામાં આવ્યું છે. તે ડસ્ટપ્રૂફ અને વોટરપ્રુફ છે. કંપનીએ દાવો કર્યો છે કે, 5 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થઈ જાય છે. સ્કૂટરમાં ઈકો અને સ્પોર્ટના બે ડ્રાઈવિંગ મોડ આપવામાં આવ્યા છે. ફુલ ચાર્જ થવા પર ઈકો મોડમાં 95 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. બીજી તરફ સ્પોર્ટ મોડમાં 85 કિલોમીટર ચાલશે. સ્કૂટર સાથે ચાર્જર ફ્રી હશે જ્યારે ફાસ્ટ DC ચાર્જરને કંપની આવીને તમારા ઘરે મફ્તમાં ઈન્સ્ટોલ કરશે.
કંપનીએ સ્કૂટરને રેટ્રો લુક આપ્યો છે. તેમાં રાઉન્ડ હેડલેમ્પ, 12 ઈન્ચ એલોય વ્હીલ અને સિંગલ સાઈડ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. સમગ્ર મેટલ બોડી સાથે બનેલું તે દેશનું પહેલું સ્કૂટર છે. સ્કૂટરને કંપનીના એપ સાથે કનેક્ટ કરી શકાશે. ત્યાર બાદ તેની રેન્જ, ચાર્જિંગ, લોકેશન જેવી અગત્યની જાણકારી ફોન પર જ મળી શકશે. મોબાઈલ એપમાં સ્કૂટર મોબિલીટી સોલ્યૂશન, ડેટા કમ્યુનિકેશન, સિક્યોરીટી, યૂઝર ઓથેન્ટિકેશન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ સ્કૂટરમાં રિવર્સ ગિયર ફીચર પણ મળશે. આ ફીચરના કારણે મહિલાઓ માટે પણ ડ્રાઈવિંગ સરળ બશે. બજાજે પહેલું સ્કૂટર પૂણેમાં લોન્ચ કર્યું છે. ત્યારબાદ તેને બેંગલુરૂ, મુંબઈ, દિલ્હી, ચેન્નઇ અને હૈદરાબાદ જેવા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. કંપની સ્કૂટર પર ત્રણ વર્ષ અથવા તો 50 હજાર કિલોમીટરની વોરંટી આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement