શોધખોળ કરો
Advertisement
Bajajએ લોન્ચ કરી Platina 100 ESનું નવું વેરિયન્ટ, જાણો કેટલી છે કિંમત
કંપનીનું માનીએ તો આ બાઈકની ટોપ સ્પીડ 99 કિલોમીટર પ્રતિ કલાકની છે.
નવી દિલ્હીઃ બજાજની સસ્તી બાઈક Platina 100 ES (ઇલેક્ટ્રિક સ્ટાર્ટ)નું નવું વેરિયન્ટ રજૂ કર્યું છે. કંપની તરફથી તેની કિંમતની પણ જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક સ્ટાર્ટ પ્લેટિના 100ના ડિસ્ક વેરિયન્ટની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 60,698 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બાઈકના 100 ESના ફ્રન્ટ ડ્રમ બ્રેક મોડલની તુલનામાં આ બાઈક અંદાજે 2200 રૂપિયા મોંઘી છે.
બેસ મોડલની આ છે કિંમત
બજાજ પ્લેટિનાના બેસ મોડલ 100ના KSની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 50,464 રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈક LED DRL ટેંક પેડ જેવા ફીચર્સથી સજ્જ છે. તેમાં પહોલા રબર ફુટપેડ્સ અને લાંબી સીટ આપવામાં આવી છે.
શાનદાર છે બ્રેકિંગ સિસ્ટમ
બજાજે દાવો કર્યો છે કે, 240mm ફ્રન્ટ ડિસ્ક આ 100cc બાઈકની બ્રેકિંગ પરફોર્મન્સને વધારે શાનદાર બનાવશે. બીજા વેરિયન્ટમાં 130mm યૂનિટ્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત 110mm રિયર ડ્રમ બ્રેક સ્ટાન્ડર્ડ છે. બન્ને બ્રેક્સ ASB અને CBSની સાથે લિંક્ડ્ છે. બાઇકના 102cc, DTS-i, સિંગલ-સિલિન્ડર એ્જિન 7.9hpનો પાવર અને 8.3Nmનો ટોર્ક જનરેટ કરે છે.
માઈલેજ પણ છે શાનદાર
કંપનીનું માનીએ તો આ બાઈકની ટોપ સ્પીડ 99 કિલોમીટર પ્રતિ કલાકની છે. ડિસ્ક બ્રેકવાળા વેરિયન્ટનું વજન 119 કિલો છે, જ્યારે ફ્રન્ટ ડ્રમ બ્રેકવાળા વેરિયન્ટનું વજન 117.5 કિલો છે. બાઈકમાં 11 લીટરની ફ્યૂઅલ ટેંક આપવામાં આવી છે. ઉપરાંત આ બાઈક 90 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion