(Source: ECI/ABP News/ABP Majha)
આ સમાચાર સાંભળીને બેંક કર્મચારીઓને જલસા પડી જશે, હવે સપ્તાહમાં આટલા દિવસમી મળશે રજા!
જો આ નિયમ સ્વીકારવામાં આવશે તો બેંક કર્મચારીઓને 6 દિવસની સાપ્તાહિક રજાને બદલે મહિનામાં 8 દિવસની રજા મળશે.
5 Day working for Bank Employees: બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં અઠવાડિયામાં 2 દિવસની સાપ્તાહિક રજા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) બેંક યુનિયનોની 5 દિવસ કામકાજ અને 2 દિવસની રજાની માંગ પર વિચાર કરી રહી છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાથી રોજના કામકાજના કલાકોમાં 40 મિનિટનો વધારો કરી શકાય છે. હાલમાં બેંક કર્મચારીને એક સપ્તાહની રજા બાદ શનિવારે એક દિવસની રજા મળે છે. જો આ નિયમ સ્વીકારવામાં આવશે તો બેંક કર્મચારીઓને 6 દિવસની સાપ્તાહિક રજાને બદલે મહિનામાં 8 દિવસની રજા મળશે.
દર શનિવાર અને રવિવારે રજા રહેશે
IBA અને યુનાઈટેડ ફોરમ ઑફ બેંક એમ્પ્લોઈઝ (UFBI) વચ્ચે અઠવાડિયામાં 5 કામકાજના દિવસો અને 2 દિવસની રજા માટે વાટાઘાટો ચાલી રહી છે. અહેવાલો અનુસાર, એસોસિએશન અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (IIBOA) ના જનરલ સેક્રેટરી એસ નાગરાજને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે કે સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે. હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે.
કામના કલાકો વધશે
તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના માલિક તરીકે સરકારનો પણ અભિપ્રાય છે. આરબીઆઈએ પણ દરખાસ્ત સ્વીકારવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે.
માર્ચ 2023માં બેંકો 12 દિવસ બંધ રહેશે
માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે કેટલીક બેંક રજાઓ દેશભરમાં હશે, તો કેટલીક સ્થાનિક રજાઓ હશે, એટલે કે, રાજ્યમાં ઉજવાતા તહેવાર અનુસાર. જાહેર રજાના દિવસે તમામ બેંકો બંધ રહે છે. કેટલીક બેંકો પ્રાદેશિક તહેવારો અને રજાઓ ઉજવે છે, તેથી તે રાજ્યમાં બેંકો તે દિવસે બંધ રહે છે. માર્ચ 2023 માં ઘણા તહેવારો છે જેમ કે હોળી, ચૈત્ર નવરાત્રી, રામ નવમી વગેરે.