શોધખોળ કરો
Advertisement
Bank Vs Post Office: તમારા રૂપિયા ક્યાં વધારે સુરક્ષિત છે? બેંક કે પોસ્ટ ઓફિસમાં, જાણો વિગતે
ભલે તમારી જમા રકમ ગમે તેટલી હોય જો બેંક ડૂબે તો તમારી 1 લાખ રૂપિયાથી વધારે રકમ સુરક્ષિ નહીં ગણવામાં આવે.
નવી દિલ્હીઃ તમારામાંથી ઘણા લોકો બેંકમાં પોતાના રૂપિયા જમા કરાવે છે તો ઘણાં લોકો પોસ્ટ ઓફિસ ખાતામાં પોતાના રૂપિયા રાખે છે. શું તમને ખબર છે કે બન્ને જગ્યામાંથી કઈ જગ્યાએ તમારા રૂપિયા વધારે સુરક્ષિત છે. અનેક ખાતાધારકોના મનમાં એ સવાલ રહે છે કે બેંક અથવા પોસ્ટ ઓફિસ ડૂબવાની સ્થિતિમાં ક્યાં તેમના રૂપિયા વધારે સુરક્ષિત છે. આજે અમે તમને આ સવાલનો જવાબ જણાવી રહ્યા છે.
બેંક ડૂબવાની સ્થિતિમાં શું થશે?
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિડ ગેરેન્ટી કોર્પોરેશન એટલે કે DICGC તરફતી નક્કી કરવામાં આવેલ નિયમો અનુસાર બેંકોમાં જમા રકમ પર ગ્રાહકોને 1 લાખ રૂપિયા સુધીની સુરક્ષાની ગેરેન્ટી મળે છે. આ શરત બેંકની તમામ બ્રાન્ચ માટે છે અને તેમાં પ્રિન્સિપલ એમાન્ટ અને વ્યાજ બન્ને સામેલ છે. એટલે કે ભલે તમારી જમા રકમ ગમે તેટલી હોય જો બેંક ડૂબે તો તમારી 1 લાખ રૂપિયાથી વધારે રકમ સુરક્ષિ નહીં ગણવામાં આવે. તેનાથી સ્પષ્ટ છે કે જો તમારા બેંક ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે અને બેંક ડિફોલ્ટ કરે છે તો તમને 1 લાખ રૂપિયા જેટલી જ રકમ મળશે.
પોસ્ટ ઓફિસમાં કેટલા સુરક્ષિત છે તમારા રૂપિયા
બેંકથી વિરૂદ્ધ જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો તમારા રૂપિયા 100 ટકા સુધી સુરક્ષિત રહેશે. જો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ રકમ પરત કરવામાં નિષ્ફળ રહે તો તમને સોવરેન ગેરેન્ટી મળે છે. એનો મતલબ એ થયો કે જો પોસ્ટ ઓફિસ તમારા રૂપિયા ન આપે તો સરકાર આગળ આવીને તમારા રૂપિયાની ગેરેન્ટી લે છે. માટે પોસ્ટ ઓફિસમાં રૂપિયા ડૂબવાનો કોઈ સવાલ નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે બેંક ડૂબવાની સ્થિતિમાં તમને નુકસાન થઈ શકે છે પરંતુ પોસ્ટ ઓફિસમાં તમારી રકમ સુરક્ષિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement