Breaking News Live: રાજ્યમાં 3 માર્ચથી CNG ડિલર્સની અચોક્કસ મુદતની હડતાળ
ભૂકંપ માત્ર મણિપુરમાં જ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં, મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી.

Background
Breaking News Live Updates 28th February 2023: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, બચાવ કામગીરી હજુ ચાલુ છે. વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન આગ આસપાસની કંપનીમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. હજુ પણ ઘણા મજૂરો ત્યાં ફસાયા હોવાની આશંકા છે.
ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, આંચકા લગભગ 2:46 વાગ્યે આવ્યા હતા. તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 25 કિલોમીટરની ઊંડાઈ પર હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ ભૂકંપ માત્ર મણિપુરમાં જ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં, મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કર્યાના બે દિવસ પછી, સુરક્ષા દળોએ અવંતીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો.
ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ 2023ના મત ટકાવારીના આંકડા પરિણામો પહેલા જ ઘણું કહી રહ્યા છે. જો કે, 2 માર્ચે મતગણતરી પછી એ સ્પષ્ટ થશે કે કયા રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે, પરંતુ એક્ઝિટ પોલના પરિણામો પણ આ દિશામાં મોટા સંકેત આપી રહ્યા છે.
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ સૂચવે છે કે ભાજપ ત્રિપુરામાં પૂર્ણ બહુમતી સાથે ફરીથી વાપસી કરશે. બીજી તરફ, નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધન સત્તામાં પરત ફરે તેવી અપેક્ષા છે. મેઘાલયમાં ભાજપ માટે પડકાર છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહ-સિંહણના થયા મોત
છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી મૃત્યુ થયા હોવાનો સરકારનો સ્વીકાર
- વર્ષ 2021માં કુલ 124 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહ અકુદરતી રીતે મોતને ભેટ્યા
- વર્ષ 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહો અકુદરતી રીતે મોતને ભેટ્યા
- 2021માં કુલ 32 સિહો મૃત્યુ પામ્યા તે પૈકી 5 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2021માં કુલ 31 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહણના અકુદરતી મૃત્યુ થયા
- 2021માં કુલ 61 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 2 સિંહબાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2022માં કુલ 21 સિંહના મૃત્યુ થયા તે પૈકી 3 સિંહ અકૂદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2022માં કુલ 28 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયા
- 2022માં કુલ 62 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહબાળ અકુદરતી રીતે મોતને ભેટ્યા
આગામી ત્રીજી તારીખથી સીએનજી ડીલર્સની અચોક્કસ મુદતની હડતાલ
આગામી ત્રીજી તારીખથી સીએનજી ડીલર્સની અચોક્કસ મુદતની હડતાલ જશે. ત્રીજી માર્ચના સવારના સાત કલાકથી સીએનજીનું વેચાણ ડીલર્સ કરશે બંધ. છેલ્લા 55 મહિનાથી સીએનજીના વેચાણનું માર્જિન ન વધતા ડીલર્સે નિર્ણય લીધો છે. સરકારમાં અનેક વખત રજૂઆત કર્યા બાદ નિવેડો ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું.





















