શોધખોળ કરો

Job Scam: દેશની મોટી આઇટી કંપનીમાં નોકરી કૌભાંડ, કમિશનમાં અધિકારીઓએ લીધા આટલા કરોડ રૂપિયા

કંપનીમાં નોકરી આપવાના બદલામાં કરોડો રૂપિયાનું કમિશન લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.

નોકરીના બદલામાં લાંચ-કમિશન લેવાના સમાચાર નવા નથી. નોકરી સંબંધિત કૌભાંડો અવારનવાર બનતા રહે છે. આ કેસના તાર દેશની મોટી આઈટી કંપની TCS સાથે પણ જોડાઇ ગયા છે. કંપનીમાં નોકરી આપવાના બદલામાં કરોડો રૂપિયાનું કમિશન લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.

એક વ્હિસલબ્લોઅરે જાહેર કર્યું

લાઈવ મિન્ટના એક રિપોર્ટ અનુસાર, દેશની મોટી આઈટી કંપનીમાં નોકરી અપાવવાના બદલામાં કેટલાક મોટા અધિકારીઓએ કન્સલ્ટન્સી સ્ટાફિંગ કંપનીઓ પાસેથી મોટા પાયે કમિશન લીધું હતું. આ સમગ્ર ઘટનાનો ખુલાસો એક વ્હિસલબ્લોઅરે કર્યો હતો. એક વ્હિસલબ્લોઅરે ટીસીએસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ઓપરેટિંગ ઓફિસરને આ બાબતે જાણ કરી હતી. વ્હિસલબ્લોઅરે આરોપ લગાવ્યો હતો કે TCSના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપ (RMG)ના ગ્લોબલ હેડ ઇએસ ચક્રવર્તી વર્ષોથી કર્મચારીઓને કંપનીમાં નોકરી અપાવવાના બદલામાં કમિશન લે છે.

Job Scam: દેશની મોટી આઇટી કંપનીમાં નોકરી કૌભાંડ, કમિશનમાં અધિકારીઓએ લીધા આટલા કરોડ રૂપિયા

કંપનીએ અત્યાર સુધી આ કાર્યવાહી કરી છે

ફરિયાદ મળ્યા બાદ ટીસીએસે તેની તપાસ માટે ત્રણ ટોચના અધિકારીઓની એક સમિતિની રચના કરી હતી, જેમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી અજીત મેનનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અઠવાડિયાની તપાસ પછી TCSએ ચક્રવર્તીને રજા પર મોકલી દીધા અને રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપના ચાર એક્ઝિક્યુટિવ્સને સસ્પેન્ડ કર્યા હતા. આ સિવાય આઈટી કંપનીએ ત્રણ સ્ટાફિંગ ફર્મને પણ બ્લેકલિસ્ટ કરી હતી.

ચક્રવર્તી 1997 થી TCS માં કામ કરી રહ્યા હતા. તેઓ સીધા ચીફ ઓપરેટિંગ ઓફિસર નટરાજન ગણપતિ સુબ્રમણ્યમને રિપોર્ટ કરતા હતા.  રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપના એક્ઝિક્યુટિવ અરુણ જીકે સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ બે સિવાય TCS દ્વારા જે અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ હજુ જાણવા મળ્યા નથી. જે ત્રણ સ્ટાફિંગ ફર્મને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે તેમના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

100 કરોડના કમિશનની આશંકા

રિપોર્ટ અનુસાર, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે TCSમાં નોકરી મેળવવાના બદલામાં કેટલું કમિશન લેવામાં આવતું હતું. પરંતુ એવું માનવામાં આવે છે કે કૌભાંડમાં સામેલ લોકોએ ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા કમિશન સ્વરૂપે લીધા છે. વાસ્તવમાં RMG ડિવિઝન દરરોજ નવી ભરતી સહિત લગભગ 1,400 એન્જિનિયરોને વિવિધ પ્રોજેક્ટ પર પ્લેસ કરે છે. આનો અર્થ એ થયો કે TCSનું RMG ડિવિઝન દર મિનિટે એક નવું પ્લેસમેન્ટ કરે છે. આના પરથી કૌભાંડના સ્તરની કલ્પના કરી શકાય છે.

ટીસીએસમાં 3 વર્ષમાં 3 લાખ ભરતી કરવામાં આવી

ટાટા ગ્રુપની IT કંપની TCS ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી વધુ નોકરીઓ પૂરી પાડે છે. 2022ના અંતે TCSના કર્મચારીઓની સંખ્યા 6.15 લાખ હતી. છેલ્લા 3 વર્ષમાં કંપનીએ લગભગ 3 લાખ ભરતીઓ કરી છે અને તેમાંથી 50 હજાર લોકોને તાજેતરના કેટલાક મહિનામાં નોકરી પર રાખવામાં આવ્યા છે. TCS સહિત લગભગ તમામ મોટી IT કંપનીઓ કર્મચારી રેફરલ પ્રોગ્રામ દ્વારા અથવા સ્ટાફિંગ ફર્મ દ્વારા ભરતી કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
Embed widget