શોધખોળ કરો

BSEએ Paytm ને પૂછ્યું - સ્ટોક કેમ ઘટી રહ્યો છે? કંપનીનો જવાબ - અમને ખુદને પણ ખબર નથી.....

કંપનીનો શેર 18 નવેમ્બર 2021ના રોજ લિસ્ટ થયો હતો. કંપનીએ IPO (Paytm IPO)માં ઇશ્યૂ પ્રાઇસ રૂ. 2,150 રાખી હતી. પહેલા જ દિવસે તેમાં મોટો ઘટાડો થયો હતો અને શેરની કિંમત 1,961 રૂપિયા પર આવી ગઈ હતી.

ફિનટેક સ્ટાર્ટઅપ પેટીએમ સહિત અન્ય ઘણી નવા જમાનાની ટેક કંપનીઓ શેરબજારમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. Paytm ની પેરેન્ટ કંપની One97 Communications વિશે વાત કરીએ તો, તેના સ્ટોકની હાલત ખૂબ જ ખરાબ છે. તેનો સ્ટોક હવે રૂ.500ના સ્તરથી નીચે જવાનો ડર છે. દરમિયાન, કંપનીએ બીએસઈની નોટિસનો જવાબ આપતાં કહ્યું કે તે પોતે પણ નથી જાણતી કે તેના શેરની કિંમત સતત કેમ ઘટી રહી છે.

વન97 કોમ્યુનિકેશન્સનો શેર મંગળવારે BSE પર 4 ટકા ઘટીને રૂ. 541.15 સુધી ગયો હતો. Paytmના સ્ટોકનું આ નવું રેકોર્ડ લો લેવલ છે. બાદમાં, જ્યારે ટ્રેડિંગ સમાપ્ત થયું, ત્યારે શેર 3.79 ટકાના ઘટાડા સાથે રૂ. 543.90 પર બંધ થયો. કંપનીની mCap (Paytm MCap) ઘટીને રૂ. 35,915.27 કરોડ થઈ ગઈ છે. થોડા મહિના પહેલા સુધી તે રૂ. 1 લાખ કરોડથી વધુ હતું.

One97 કોમ્યુનિકેશન્સનો શેર 18 નવેમ્બર 2021ના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. કંપનીએ IPO (Paytm IPO)માં ઇશ્યૂ પ્રાઇસ રૂ. 2,150 રાખી હતી. પહેલા જ દિવસે તેમાં મોટો ઘટાડો થયો હતો અને શેરની કિંમત 1,961 રૂપિયા પર આવી ગઈ હતી. ત્યારથી, આ સ્ટોક ફરીથી આ સ્તરને પાર કરી શક્યો નથી. પ્રથમ દિવસના બંધ ભાવની તુલનામાં, Paytm સ્ટોક અત્યાર સુધીમાં લગભગ 72 ટકા ઘટ્યો છે.

શેરના ભાવમાં સતત ઘટાડાને કારણે BSEએ Paytmને નોટિસ મોકલીને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. BSE નોટિસનો જવાબ આપતા, Paytm (Paytm Reply To BSE Notice) એ મંગળવારે કહ્યું કે તેને આનું કારણ ખબર નથી. કંપનીએ કહ્યું કે તે લિસ્ટિંગ સંબંધિત તમામ નિયમોનું પાલન કરી રહી છે અને હંમેશા સમયરેખામાં સ્ટોક એક્સચેન્જને તમામ જરૂરી માહિતી આપી રહી છે. કંપનીએ કહ્યું, 'અમે એવી કોઈ માહિતી આપી નથી કે આવી કોઈ જાહેરાત કરી નથી, જેનાથી અમારી કંપનીના શેરની કિંમત અથવા વોલ્યુમ પર અસર થાય. એવી કોઈ વાત નથી, જે શેરબજારને કહેવામાં આવી ન હોય. કંપની એ પણ જણાવવા માંગે છે કે અમારો બિઝનેસ મજબૂત છે અને તે 4 ફેબ્રુઆરીએ જાહેર થયેલા નાણાકીય પરિણામોમાં પણ પ્રતિબિંબિત થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

Embed widget