શોધખોળ કરો
Budget 2021: બિટકોઈન પર પ્રતિબંધ માટે લાવવામાં આવી શકે છે બિલ, RBIની ડિજિટલ કરન્સી માટે ખુલશો રસ્તો
1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ઓફિશિટલ ડિજિટલ કરન્સી બિલ સાથે જોડાયેલી ચીજો સામે આવી શકે છે.
![Budget 2021: બિટકોઈન પર પ્રતિબંધ માટે લાવવામાં આવી શકે છે બિલ, RBIની ડિજિટલ કરન્સી માટે ખુલશો રસ્તો Budget 2021: bitcoin will be ban in budget check details Budget 2021: બિટકોઈન પર પ્રતિબંધ માટે લાવવામાં આવી શકે છે બિલ, RBIની ડિજિટલ કરન્સી માટે ખુલશો રસ્તો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30201214/bitcoin.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટ સત્ર દરમિયાન પ્રાઇવેટ ક્રિપ્ટોકરંસી પર બેન લગાવવા અને ભારતીય રિઝર્વ બેંક તરફથી સત્તાવાર ડિજિટલ કરન્સી લાવવા માટે બિલ લાવવામાં આવી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ઓફિશિટલ ડિજિટલ કરન્સી બિલ સાથે જોડાયેલી ચીજો સામે આવી શકે છે.
ભારતમાં બિટકોઈન સહિત તમામ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવા ઉપરાંત બિલમાં આરબીઆઈ તરફથી જાહેર થનારી ઓફિશિયલ ડિજિટલ કરેંસી માટે સુવિધાજનક ફ્રેમવર્ક તૈયાર કરવા અંગે જણાવવામાં આવી શકે છે. લોકસભા બુલેટિન અનુસાર બિલમાં કેટલાક અપવાદ માટે ક્રિપ્ટોકરેંસીના ઉપયોગને મંજૂરી આપી શકે છે.
નોટબંધીના ફેંસલા બાદ 2018માં અનેક મામલા સામે આવ્યા બાદ આરબીઆઈએ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી દીધી હતી. જેપી મોર્ગન જેવા ઇન્વેસ્ટમેન્ટ હાઉસિસના રહેવા મુજબ બિટકોઇનને સોનાના વિકલ્પ તરીકે જોઈ શકાય છે.
શું છે બિટકોઈન
બિટકોઇન એક ડિજિટલ એસેટ છે. તમે બિટકોઇનને ડિજિટલ કરન્સી પણ કહી શકો છો. એટલે કે ડોલર અને આઇએનઆરની જેમ આ કોઇ ફિઝિકલ કરન્સી નથી.તેનો આવિષ્કાર સંતોષી નાકામોટોએ 2009માં કર્યો હતો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે અટલે કે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે.
એટલે કે તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપતિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો યુઝ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે.
બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપનીમાં પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ શરૂ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)