શોધખોળ કરો
Advertisement
Burger King IPO: બર્ગર કિંગના આઈપીઓને જોરદાર રિસ્પોન્સ મળ્યો, રિટેલ ક્વોટા 27 ગણો ભરાયો
નોન ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોટામાં 1.8 ગણો અને ક્વોલિફાય ઇન્સ્ટિટ્યૂશનલ બાયરમાં માત્ર 0.25 ગણો એટલે કે ક્વોટાના 25 ટકા જેટલો જ ભરાયો છે.
બર્ગર કિંગનો આઈપીઓ 2 ડિસેમ્બરે ખુલી ગયો છે જે 4 ડિસેમ્બરે બંધ થશે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 59 60 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની તેના આઈપીઓથી 810 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. કંપની દ્વારા 450 કરોડ રૂપિયાના નવા શેરો બહાર પાડવામાં આવશે અને 360 કરોડના ઓફર ફોર સેલ લાવવામાં આવશે. આઈપીઓમાં માર્કેટ લોટ 250 શેર્સ છે જે મુજબ ઓછામાં ઓછું 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની નવા સ્ટોર્સ ખોલવા માટે આઈપીઓમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે સાથે લોન પણ ચુકવશે.
બર્ગર કિંગના આઈપીઓને રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ આઈપીઓના પેહલા દિવસે 3.13 ગણો ભરાયો હતો અને ખુલાતની સાથે જ બે કલાકની અંદર આઈપીઓસ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. બીજા દિવસે પણ આઈપીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજા દિવસે બપોર સુધીમાં આ આઈપીઓ 5.6 ગણો ભરાઈ ગયો છે.
નોંધનયી છે કે, બર્ગર કિંગના આઈપીઓને રિટેલ રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. બપોર સુધીમાં રિટેલ ક્વોટામાં આઈપીઓ 27 ગણો ભરાઈ ગયો છે. જ્યારે નોન ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોટામાં 1.8 ગણો અને ક્વોલિફાય ઇન્સ્ટિટ્યૂશનલ બાયરમાં માત્ર 0.25 ગણો એટલે કે ક્વોટાના 25 ટકા જેટલો જ ભરાયો છે.
બર્ગર કિંગ એ દેશની એક મોટી ક્યૂએસઆર એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન છે. કંપની હાલમાં 261 સ્ટોર્સ ચલાવે છે. આઇપીઓ બાદ 200 વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે.
આઈપીઓ પછી કંપનીની માર્કેટ કેપ આશરે 2,400 કરોડ રૂપિયા હશે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનું વેચાણ રૂ. 841 કરોડ અને માર્જિનમાં 12.4 ટકાનો વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion