શોધખોળ કરો
Advertisement
ATMમાંથી 100ના બદલે નીકળવા લાગી 500 રૂપિયાની નોટ, બાદમાં લોકોએ કર્યુ આ કામ
લોકોએ એટીએમનો ઉપયોગ કરીને કુલ 1.70 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
નવી દિલ્હીઃ કર્ણાટકના કેનરા બેંકના ATMમાંથી બુધવારે 100 રૂપિયાના બદલે 500 રૂપિયાની નોટ નીકળવા લાગતા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ દરમિયાન ઘણા લોકોએ એટીએમનો ઉપયોગ કરીને કુલ 1.70 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, એટીએમમાં રૂપિયા ભરતી એજન્સીની ભૂલના કારણે આમ થયું હતું.
કોડાગુ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, એટીએમમાં રૂપિયા ભરવાની જવાબદારી સંભાળનારી એજન્સીએ મશીનની ટ્રેમાં 100 રૂપિયા ભરવાના બદલે 500 રૂપિયાની નોટ મુકી દીધી હતી. બેંગલુરુથી 268 કિમી દૂર આવેલા કોડાગુ જિલ્લાના મદિકરી શહેરમાં જ્યારે લોકોએ એટીએમમાંથી 100 રૂપિયા ઉપાડવાની કોશિશ કરી ત્યારે 500 રૂપિયા બહાર આવ્યા હતા. જે બાદ કોઈએ બેંકનો માહિતગાર કરી હતી.
બેંક દ્વારા આ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી નહોતી અને તેમની રીતે રૂપિયા વસૂલવા લાગી હતી. બેંકે 500 રૂપિયાની નોટ ઉપાડનારા લોકોની ઓળખ કરી હતી. આ દરમિયાન પણ બેંક રૂપિયા વસૂલી શકી નહોતી. બે વ્યક્તિઓ બેંકની ભૂલ ગણાવીને રૂપિયા આપવાની ના પાડતા હતા. જે બાદ એટીએમમાં રૂપિયા ભરતી એજન્સીઓએ આ લોકો અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસના કહેવા મુજબ, જે લોકો રૂપિયા પરત કરવાની ના પડતા હતા તેમણે સમજાવટ બાદ 65,000 રૂપિયા પરત કરી દીધા હતા. આ અંગે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર
વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર, મુશ્કેલીમાં છે દેશઃ સુનીલ ગાવસ્કરનું નિવેદન
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને લાગ્યો મોટો ફટકો, હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement