શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, જાણો વિગતે
ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. જેને ધ્યાનમાં રાખી પસંદગીકર્તા સફેદ બોલ ક્રિકેટના મહત્વના ખેલાડીઓ જ પસંદ કરશે. તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ટી-20 સીરિઝમાંથી મોટાભાગના ખેલાડીઓની પસંદગી નક્કી છે.
મુંબઈઃ ન્યૂઝીલેન્ડના છ સપ્તાહના પ્રવાસ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થશે. ભારતીય ટીમ 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા પ્રવાસમાં પાંચ ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે. ક્રિકેટ પ્રેમીઓની નજર હાર્દિક પંડ્યા અને ધોનીના કમબેક પર રહેશે.
ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. જેને ધ્યાનમાં રાખી પસંદગીકર્તા સફેદ બોલ ક્રિકેટના મહત્વના ખેલાડીઓ જ પસંદ કરશે. તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ટી-20 સીરિઝમાંથી મોટાભાગના ખેલાડીઓની પસંદગી નક્કી છે.
ઈન્ડિયા-એ ટીમ સાથે ન્યૂઝીલેન્ડ પહોંચી ચુકેલા પંડ્યાને બે વન ડે અભ્યાસ મેચ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની લિસ્ટ-એની બે મેચોમાં ફિટનેસ સાબિત કર્યા બાદ ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી આશા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 19 જાન્યુઆરીએ રમાનારી ત્રીજી વન ડેના એક દિવસ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાના વતન જતા રહે અને ફરીવાર ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે એકત્ર કરવાનો કોઈ મતલબ નથી. તેથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રીજી વન ડેના બીજા જ દિવસે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ રવાના થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion