Bank Scam: દેશના વધુ એક બેન્ક કૌભાંડનો પર્દાફાશ, અંદાજીત 34 હજાર કરોડ રૂપિયાની હેરફેર
દરોડા દરમિયાન સીબીઆઇ દ્ધારા ઘણા વાંધાજનક અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે
Bank Fraud: દેશના વધુ એક મોટા બેંક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ 34 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. સીબીઆઈએ આજે કૌભાંડી કંપની દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (DHFL) અને તેના સહયોગીઓ સામે વિવિધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધીને દેશભરમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘણા વાંધાજનક અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. મોડી સાંજ સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી. આ પહેલા 22 હજાર કરોડના બેંક કૌભાંડનો સૌથી મોટા કૌભાંડ તરીકે ખુલાસો થયો હતો.
CBI registers a case on complaint from Union Bank of India, Industrial Finance Branch, Mumbai against a private (borrower) company based in Mumbai on the allegations that the accused cheated a consortium of 17 banks led by UBI to the tune of over Rs. 34,615 crore (approximately)
— ANI (@ANI) June 22, 2022
સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીના જણાવ્યા અનુસાર, આ મામલે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર વિપિન કુમાર શુક્લા દ્વારા સીબીઆઈને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓ અને સહયોગીઓએ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડી કરી છે, જે 17 બેન્કોના કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહી છે, તેણે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરી છે. આ કૌભાંડ વર્ષ 2010 અને વર્ષ 2019 વચ્ચે કરવામાં આવ્યું છે. 42 હજાર કરોડથી વધુની લોન CBIને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે DHFL કંપની લાંબા સમયથી બેંકો પાસેથી ક્રેડિટ ફેસિલિટી લઈ રહી છે. આ કંપની ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. આ કંપનીએ બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર ,આઈડીબીઆઈ, યુકો બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ અને સિંધ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત 17 બેંકોના જૂથ પાસેથી દિલ્હી, મુંબઈ, અમદાવાદ ,કોલકાતા, કોચીન વગેરે સ્થળોએથી ક્રેડિટ સુવિધા લીધી હતી. એવો આરોપ છે કે આ કંપનીએ બેંકો પાસેથી કુલ 42 હજાર કરોડથી વધુની લોન લીધી, પરંતુ 34,615 હજાર કરોડની લોન પરત ન કરી અને 31 જુલાઈ 2020ના રોજ તેમનું એક ખાતું NPA બની ગયું. આરોપ છે કે આ કંપનીએ જે કામ માટે બેંકમાંથી રૂપિયા લીધા હતા તેમાં રોક્યા નહોતા અને બેંકોમાંથી જે ફંડ લેવામાં આવ્યું હતું તે એક મહિનાના ટૂંકા ગાળામાં અન્ય કંપનીઓને મોકલવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે લોનના પૈસા સુધાકર શેટ્ટી નામના વ્યક્તિની કંપનીઓને પણ મોકલવામાં આવ્યા હતા, તેમજ આ પૈસા અન્ય કંપનીઓના સંયુક્ત સાહસમાં રોકાણ કરવામાં આવ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે લોનના પૈસા 65 થી વધુ કંપનીઓને મોકલવામાં આવ્યા હતા. આ માટે એકાઉન્ટ બુકમાં છેતરપિંડી થઈ હતી. આ મામલામાં સીબીઆઈએ દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ, તેના ડાયરેક્ટર કપિલ વાધવાન ધીરજ વાધવાન, અન્ય વ્યક્તિ સુધાકર શેટ્ટી, અન્ય કંપનીઓ ગુલમર્ગ રિલેટર્સ, સ્કાયલાર્ક બિલ્ડકોન દર્શન ડેવલપર્સ, ટાઉનશિપ ડેવલપર્સ સહિત કુલ 13 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.