Megha Engineering Corruption Case: 1200 કરોડનું ચૂંટણી ફંડ આપનારી મેઘા એન્જિનિયરિંગ પર સીબીઆઈએ નોંધ્યો કેસ, લગાવ્યો આ આરોપ
NISP માટે ₹315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં CBIએ કાર્યવાહી કરી છે
CBI registered case against Megha Engineering: ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમમાં સૌથી વધુ દાન આપનારાઓની યાદીમાં બીજા ક્રમે રહેલા મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા આ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કંપની દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને 1200 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.
NISP માટે ₹315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ સ્ટીલ મંત્રાલયના એનએમડીસી આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટના 8 અધિકારીઓ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે.
તાજેતરમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા બહાર આવ્યા બાદ ચર્ચામાં આવી હતી. રાજકીય પક્ષોને દાનની ટોચની 10 યાદીમાં આ કંપની બીજા નંબરની સૌથી મોટી ખરીદનાર તરીકે ઉભરી આવી હતી. પામીરેડ્ડી પિચી રેડ્ડી અને પીવી કૃષ્ણા રેડ્ડીની કંપની MEIL એ ₹966 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ઐતિહાસિક નિર્ણય આપતાં રાજકીય પક્ષોને દાન આપવા માટેની ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBI દ્વારા આ યોજના સંબંધિત સંપૂર્ણ ડેટા ભારતના ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો હતો. આ પછી, ECIએ તેને સાર્વજનિક રીતે ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરી. આ પછી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારાઓની સંપૂર્ણ યાદી જાહેર થઈ. આના પર વિપક્ષે ઈલેક્ટોરલ બોન્ડના ઘણા મોટા ખરીદદારોના નામ સામે આવતા ભાજપ પર પ્રહારો કર્યા હતા.