શોધખોળ કરો
Advertisement
તમારે AC અને ફ્રીઝ ખરીદવું હોય તો જલ્દી કરજો નહીં તો એક મહિના પછી આટલાં રૂપિયાનો થશે વધારો! જાણો વિગત
એક મહિના પછી તમને આ બે વસ્તુ મોંઘી પડી શકે છે. નવા વર્ષથી એસી અને ફ્રીજની કિંમત છ હજાર રૂપિયા સુધી વધે તેવી સંભાવના છે.
નવી દિલ્હી: જો તમે AC અથવા રેફ્રિજરેટર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જલ્દી કરજો નહીં તો એક મહિના પછી તમને આ બે વસ્તુ મોંઘી પડી શકે છે. નવા વર્ષથી એસી અને ફ્રીજની કિંમત છ હજાર રૂપિયા સુધી વધે તેવી સંભાવના છે. હકીકતમાં ન્યૂ એનર્જી લેવલિંગ નોર્મ્સ આગામી વર્ષે જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવશે ત્યાર બાદ ફાઈવ સ્ટાર રેફ્રિજરેટર બનાવવું છ હજાર રૂપિયા મોંઘું થશે.
CEAMA (Consumer Electronics and Appliances Manufacturers Association)ના જણાવ્યા પ્રમાણે, લેવલિંગ ગાઈડલાઈન્સ લાગૂ કર્યા બાદ ઈલેક્ટ્રોનિક નિર્માતાઓને ફાઈવ સ્ટાર ફ્રીઝને કૂલિંગ માટે પરંપરાગત ફોમની જગ્યાએ વેક્યૂમ પેનલનો ઉપયોગ કરવો પડશે. આ માટે પ્રોડક્ટની કિંમત આશરે છ હજાર રૂપિયા સુધી વધે તેવી સંભાવના છે.
આ વર્ષે અંતિમ છ મહિનામાં એસીના વેચાણમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાથી ચાલી આવતાં 35 ટકાના ગ્રોથથી વધારે છે. એસોસિએશને સરકાર પાસેથી માંગણી કરી છે કે, તેઓ એસી પર લાગતા જીએસટી દરને ઓછો કરીને 18 ટકાના સ્લેબમાં લાવે.
કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું કદ 2024-25ના વર્ષ સુધી બેગણું થઈને 1.48 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રામ્ય સ્તરે વધી રહેલી ખરીદ શક્તિ, રિટેઈલર્સોની વધી રહેલી પહોંચ, બ્રાન્ડો તેમજ ઉત્પાદકોની મોટી રેન્જને કારણે આમાં વધારો થવાની આશા છે.
ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો કુલ વેપાર વર્ષ 2018-19માં 76,400 કરોડ રૂપિયા રહ્યો હતો. જે 2024-25માં 1.48 લાખ કરોડ થવાનો અંદાજ છે. 2018-19માં ઘરેલૂ ઉપકરણોનો વેપાર 32,200 કરોડ રૂપિયા રહ્યો હતો. એક અંદાજ પ્રમાણે રેફ્રિજરેટરનું ઉત્પાદન 2018-19માં 145 લાખ યુનિટમાંથી 2024-25 સુધી 275 લાખ યુનિટ સુધી પહોંચે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement