Aadhaar card: નવો મોબાઇલ નંબર આધાર કાર્ડમાં કઈ રીતે અપડેટ કરવો? જાણો સરળ પ્રોસેસ
બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે.
આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે. UIDAIએ આધાર યૂઝર્સને આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સુવિધા આપી છે.
ભારતીય નાગરિકોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા 12 અંકનો યુનિક નંબર આપવામાં આવે છે. તમારી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી આધાર કાર્ડમાં નોંધાયેલી હોય છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે આધાર કાર્ડ છે, પરંતુ તેમાં આપેલો તમારો મોબાઈલ નંબર કોઈ કારણસર બંધ થઈ ગયો છે અથવા તમે તમારો નંબર બદલવા માંગો છો. તો એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે નંબર કઈ રીતે બદલવો. આધાર કાર્ડમાં આપેલ નંબરને થોડા સ્ટેપમાં સરળતાથી કેવી રીતે બદલવો તે જાણો.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો ?
સ્ટેપ-1 તમારો મોબાઈલ નંબર બદલવા માટે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો.
સ્ટેપ- 2 આધાર સેવા કેન્દ્ર પર જઇને મોબાઈલ અપડેટ કરાવવા માટે તમારે કરેક્શન ફોર્મ લેવુ પડશે અને તે ફોર્મમાં તમારી બધી જરૂરી માહિતી ભરવી પડશે અને તમારો મોબાઈલ નંબર ભરીને ફોર્મ પરત સબમિટ કરવું પડશે. ફોર્મ ભરતી વખતે સાચી માહિતી આપો અને ફરી એકવાર તમારો મોબાઈલ નંબર ચેક કરો.
સ્ટેપ-3 આ ફોર્મ આધાર એક્ઝિક્યુટિવને સબમિટ કરો.
સ્ટેપ-4 તમારા બાયોમેટ્રિક્સ આપીને તમારી ઓળખ ચકાસો.
સ્ટેપ-5 મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પૈસા ભરીને એકનોલેજમેન્ટ સ્લિપ લો
આ પ્રક્રિયા પછી તમારો મોબાઈલ નંબર આગામી 30 દિવસમાં અપડેટ થઈ જશે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલવા માંગો છો અને તમારી પાસે તમારા આધાર કાર્ડ પર આપેલ નંબર છે તેમ છતાં તમે તમારો નંબર બદલવા માંગો છો તો પણ તમે તેને ઓનલાઈન પણ કરી શકો છો.
તમારો મોબાઈલ નંબર ઓનલાઈન કેવી રીતે બદલવો ?
સ્ટેપ- 1 ભારતીય પોસ્ટલ સર્વિસની વેબસાઇટ પર જાવ અને તમારી બધી જરૂરી માહિતી દાખલ કરો.
સ્ટેપ- 2 PPB આધાર સર્વિસ પર ક્લિક કરો
સ્ટેપ-3 તમે જે પણ ફેરફારો કરવા માંગો છો તેના પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો. તમારો નવો મોબાઈલ નંબર પણ દાખલ કરો.
સ્ટેપ 4 તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે
સ્ટેપ- 5 OTP દાખલ કરો
સ્ટેપ-6 તમારી સર્વિસ રિક્વેસ્ટને કન્ફર્મ કરો. ત્યારબાદ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે
સ્ટેપ- 7 તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સ્ટાફ તમારા આધારની ચકાસણી કરવા માટે તમારા ઘરે આવશે અને તમારું બાયોમેટ્રિક્સ ચેક કર્યા પછી તમારી પાસેથી 50 રૂપિયા વસૂલશે.
આ સંપૂર્ણ પ્રક્રિયા પછી તમારો મોબાઇલ નંબર આગામી 30 દિવસમાં અપડેટ કરવામાં આવશે.