શોધખોળ કરો

આજથી લાગુ થશે નવી ‘ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ’, ડિફોલ્ટથી બચવા માટે આ વાતો રાખો ધ્યાનમાં

ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં આ ફેરફાર તે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે જે ડેબિટ કાર્ડનો ઉપયોગ તેમના બીલ અથવા હપ્તા ભરવા માટે કરે છે.

કામની વાતઃ આજથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ઓટો ડેબિટ દ્વારા તમારા ખાતામાંથી કોઈપણ બિલ અથવા હપ્તાની રકમ કાપતા પહેલા, બેન્કો અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સે પહેલા તમારી પાસેથી પરવાનગી લેવી પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમના નવા નિયમ લાગુ કરવા માટે સૂચના આપી હતી. આ સાથે, તમામ બેંકો અને ડિજિટલ પ્લેટફોર્મ્સને પણ આજથી તેમની સિસ્ટમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જો કોઈ આ ન કરે તો તેની સામે કડક પગલાં લઈ શકાય છે.

ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં આ ફેરફાર તે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે જે ડેબિટ કાર્ડનો ઉપયોગ તેમના બીલ અથવા હપ્તા ભરવા માટે કરે છે. નવી ડેબિટ પેમેન્ટ સિસ્ટમ મુજબ હવે બેન્કો અને ફોનપે જેવા ડિજિટલ પ્લેટફોર્મ, પેટીએમે હપ્તા અથવા બિલ કાપતા પહેલા તમારી પાસેથી પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત, 5 હજારથી વધુની ચુકવણી કરતા પહેલા ગ્રાહકોએ તેને ઓટીપી દ્વારા માન્ય કરવાની જરૂર રહેશે. આ નિયમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર લાગુ થશે.

ડિફોલ્ટ ટાળવા માટે ગ્રાહકોએ આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ

તમામ બેંકોએ નિયમોમાં આ ફેરફારો વિશે તેમના ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે. ઘણી બેંકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર ચુકવણી કરતા પહેલા પરવાનગીની સુવિધા ઉમેરી છે. બેંકો ડિજિટલ પ્લેટફોર્મ અને વેપારીઓની આ યાદી તેમની વેબસાઇટ પર પ્રકાશિત કરશે. ગ્રાહકોએ હવે અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે, તેઓએ ઓટો ડેબિટની મહત્તમ રકમ અને માન્યતા અવધિ વિશે માહિતી આપવી પડશે. 5000 રૂપિયા કરતાં વધાની રકમની દરેક ચુકવણી માટે ગ્રાહકે ટ્રાન્ઝેક્શન કરતા પહેલા ઓટીપી દ્વારા તેની ચકાસણી કરવી પડશે. જો કે, 5000 રૂપિયાથી ઓછી રકમ માટે તેની જરૂર રહેશે નહીં.

ઓટો ડેબિટ ચુકવણીના 24 કલાક પહેલા, બેંક ચુકવણીની રકમ અને વેપારીને લગતી સૂચના મોકલશે. આ સાથે, તમને એક લિંક પણ મોકલવામાં આવશે, જ્યાં જઈને તમે ચુકવણીની રકમમાં ફેરફાર અથવા રદ કરી શકો છો. જો ગ્રાહકો નોટિફિકેશન પર કોઈ કાર્યવાહી નહીં કરે તો ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે.

ઓટો ડેબિટ સિસ્ટમ શું છે

જ્યારે તમે મોબાઇલ, પાણીના બિલ અને વીજળી વગેરે જેવા બિલ માટે ઓટો ડેબિટ મોડ પસંદ કરો છો, ત્યારે ચોક્કસ તારીખે તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે. તેને ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે.

નવી ઓટો ડેબિટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડી અટકાવવાનો છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અથવા બેન્કો ગ્રાહક પાસેથી પરવાનગી લીધા પછી કોઈપણ માહિતી આપ્યા વગર દર મહિને ગ્રાહકના ખાતામાંથી કપાત કરે છે. આના કારણે છેતરપિંડી થવાની સંભાવના છે. આ સમસ્યાને દૂર કરવા માટે આ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
1 ઓક્ટોબરથી બદલાયા FD ના વ્યાજ દર? જાણો એક લાખ પર કઈ બેંક આપે છે વધુ રિટર્ન 
1 ઓક્ટોબરથી બદલાયા FD ના વ્યાજ દર? જાણો એક લાખ પર કઈ બેંક આપે છે વધુ રિટર્ન 
LPG e-KYC : તમારી પાસે Indane, Bharat Gas અથવા HP ગેસ છે? ઘરે બેઠા આ રીતે કરો LPG e-KYC, જાણો પ્રોસેસ
LPG e-KYC : તમારી પાસે Indane, Bharat Gas અથવા HP ગેસ છે? ઘરે બેઠા આ રીતે કરો LPG e-KYC, જાણો પ્રોસેસ
આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 
આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 

વિડિઓઝ

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
મોટા વિવાદમાં પ્રેમાનંદ મહારાજનો આશ્રમ, પહેલા શિષ્યની આત્મહત્યા,પછી યુવક થયો ગુમ, હવે સગીરા લાપતા
મોટા વિવાદમાં પ્રેમાનંદ મહારાજનો આશ્રમ, પહેલા શિષ્યની આત્મહત્યા,પછી યુવક થયો ગુમ, હવે સગીરા લાપતા
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Embed widget