(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં Cyber Crime રોકવા મોદી સરકારે જાહેર કર્યો નવો Helpline Number, જાણો કઇ રીતે કરશો ઉપયોગ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દૂરસંચાર વિભાગની મદદથી જાહેર કર્યો છે નવો હેલ્પ લાઇન નંબર
Cyber Crime Helpline Number: જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બની ગયો છો તો આની ફરિયાદ નોંધાવવા માટે તમે 1930 હેલ્પ લાઇન નંબર ડાયલ કરી શકો છો. નવા સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર (Helpline Number)ને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Home Ministry) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરને ડાયલ (Dial) કરીને પીડિત પોતાની સાથે થયેલા ફ્રૉડની ફરિયાદ નોંધાવી શકો છો. તમારા દ્વારા નાણાંકીય લેવડદેવડનો હિસાબ આપ્યા બાદ તરત જ, એક તંત્ર શરૂ થઇ જશે, અને જ્યાં ક્યાંય પણ ધનની નિકાસી કરવામાં આવી છે, ત્યાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દૂરસંચાર વિભાગની મદદથી જાહેર કર્યો છે નવો હેલ્પ લાઇન નંબર
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દૂરસંચાર વિભાગ (DoT)ની મદદથી આ નવી હેલ્પલાઇન એલૉટ કરવામાં આવી છે, જે તબક્કાવાર રીતથી 155260ની જગ્યા લેશે. દિલ્હી પોલીસ આયુક્ત રાકેશ અસ્થાને કહ્યું- હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઇન ઉત્પીડન કે સાયબર નાણાંકીય છેતરપિંડીની સૂચના મળ્યા બાદ તરત જ કાર્યવાહી કરવામાં આવશે.
કેસ નોંધાવીને કરી શકો છો ફરિયાદ-
પોલીસ કમિશનર અસ્થાનાએ આખી પ્રક્રિયા વિશે બતાવતા કહ્યું કે, ડિજીટલ એલર્ટ વાગ્યા બાદ, એક ટૉકન જનરેટ થશે અને પીડિત દ્વારા સૂચના અપાયા બાદ પોલીસ તાત્કાલિક લાભાર્થી બેન્ક, વૉલેટ કે વેપારીને છેતરપિંડીની સૂચના આપે છે. રોકાયેલા ફ્લૉને પાછો પ્લેટફોર્મ પર રિપોર્ટ કરવામાં આવશે. જો ધન કોઇ અન્ય નાણાંકીય મધ્યસ્થને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યો છે, તો પ્રક્રિયા ત્યાં સુધી ફરીથી કરવામાં આવશે જ્યાં સુધી કે રકમ રોકી દેવામાં આવે.
આ પછી પીડિતને એસએમએસ દ્વારા લૉગીન આઇડી, રેફરન્સ નંબર મળશે. જેનો ઉપયોગ 24 કલાકની અંદર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી પડશે. આ સુવિધાનો ઉપયોગથી નાણાંકીય સાયબર છેતરપિંડીનો શિકાર લોકોની રકમ રિકવર પાછી કરાવવામાં મદદ મળશે.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ