સારી ટેલિકોમ સેવા ના મળે તો મોબાઇલ યુઝર્સ કરી શકે છે Consumer Forumમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
અગ્રવાલે આ બાબતે જિલ્લા ગ્રાહક ફોરમમાં અપીલ કરી હતી અને વ્યાજ સહિત રૂ. 22,000નું વળતર ચૂકવવા અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ ટેલિકોમ સેવાઓમાં ખામી આવે તો ગ્રાહકો કોઇ પણ કંપની વિરુદ્ધ તેમની ફરિયાદ કન્ઝ્યૂમર ફોરમ (Consumer Forum)માં કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થા આપી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કર્યું હતું કે ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ મધ્યસ્થતા ઉપાયની પ્રકૃતિ બંધારણીય છે. આવી બાબતો કન્ઝ્યૂમર ફોરમના કાર્યક્ષેત્રની બહાર રહેશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ગ્રાહક મધ્યસ્થતાનો માર્ગ અપનાવવા માંગે છે, તો તે માન્ય છે પરંતુ કાયદા હેઠળ આવું કરવું ફરજિયાત નથી. તેણે વધુમાં કહ્યું કે તે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ પૂરા પાડવામાં આવેલા પગલાંનો ઉપયોગ કરી શકે છે, જેને 2019ના કાયદા દ્વારા રદ કરવામાં આવ્યા છે.
અજય કુમાર અગ્રવાલ નામના વ્યક્તિએ 25 મે, 2014ના રોજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, અમદાવાદ સમક્ષ વોડાફોનની સેવાઓમાં ઉણપનો આક્ષેપ કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર, અગ્રવાલ પાસે પોસ્ટ-પેઇડ મોબાઇલ કનેક્શન હતું, જેનો માસિક ચાર્જ 249 રૂપિયા હતો. વોડાફોન કંપની અગ્રવાલને મોબાઈલ સર્વિસ પૂરી પાડતી હતી.
અગ્રવાલે ક્રેડિટ કાર્ડ દ્વારા કંપનીના બિલ ચૂકવવા માટે 'ઓટો પે' સિસ્ટમ શરૂ કરી હતી. વોડાફોનનું પેમેન્ટ છેલ્લી તારીખ પહેલા કરી દેવામાં આવતું હતું. અગ્રવાલનો આરોપ છે કે 8 નવેમ્બર, 2013થી 7 ડિસેમ્બર, 2013 સુધી તેમનું સરેરાશ માસિક બિલ 555 રૂપિયા હતું. પરંતુ તેમની પાસેથી 24,609.51 રૂપિયા બિલ વસૂલવામાં આવ્યું હતું. અગ્રવાલે આ બાબતે જિલ્લા ગ્રાહક ફોરમમાં અપીલ કરી હતી અને વ્યાજ સહિત રૂ. 22,000નું વળતર ચૂકવવા અપીલ કરી હતી.
IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો