(Source: ECI/ABP News/ABP Majha)
Crude Oil Price Update: મોંઘા પેટ્રોલ-ડીઝલથી મળી શકે છે રાહત, ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો
Crude Oil Price Latest News: મૂડીઝ એનાલિટિક્સે કહ્યું છે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. એશિયા પેસિફિકને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
Crude Oil Price Today આવનારા દિવસોમાં ભારત માટે રાહતના સમાચાર આવી શકે છે. સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. હકીકતમાં, મૂડીઝ એનાલિટિક્સે કહ્યું છે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. એશિયા પેસિફિકને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
મૂડેઝે પોતાના રિપોર્ટમાં કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી જે હવે ઘટીને 100 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. અને આ વલણ ચાલુ રહી શકે છે. મૂડીઝના જણાવ્યા અનુસાર 2024ના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 70 બેરલ પ્રતિ બેરલ થઈ શકે છે.
2023ના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને $45 પ્રતિ બેરલ થઈ શકે
અગાઉ જુલાઈમાં સિટીગ્રુપે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટા ઘટાડાની આગાહી કરી હતી. સિટીગ્રુપે કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 65 ડોલર થઈ શકે છે. 2023ના અંત સુધીમાં કિંમત ઘટીને $45 પ્રતિ બેરલ થઈ શકે છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $95ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
કોરોના લોકડાઉનમાં 20 ડોલર પ્રતિ બેરલ થયું હતું ક્રૂડ
ક્રૂડ ઓઈલની કિંમતોના ઈતિહાસ પર નજર કરીએ તો જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કટોકટી સર્જાઈ ત્યારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2008માં મંદી દરમિયાન ક્રૂડ ઓઈલ 149 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 35 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું. કોરાના મહામારી (કોવિડ-19 રોગચાળા) દરમિયાન વિશ્વવ્યાપી લોકડાઉનને કારણે ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 20 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. મંગળવારે આર્થિક સંકટ અને મંદીના કારણે અમેરિકામાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચી ગઈ છે.
ભારત 80 ટકા ક્રૂડની કરે છે આયાત
જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થશે તો ભારત માટે સૌથી સારા સમાચાર હશે. ભારત તેના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તેણે તેના વિદેશી મુદ્રા ભંડારનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલની આયાત પર ખર્ચ કરવો પડે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી જ્યાં સામાન્ય લોકોને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળશે. વિદેશી મુદ્રા ભંડાર બચશે, સરકારની રાજકોષીય ખાધ ઘટશે