Centre on Crypto Currency: Bitcoin, Ethereum અને NFT ક્યારેય પણ લીગલ ટેન્ડર બનશે નહીઃ ફાયનાન્સ સેક્રેટરી
બિટકોઇન, ઇથેરિયમ અથવા NFT ક્યારેય કાનૂની ટેન્ડર બનશે નહીં. ક્રિપ્ટો અસ્કયામતો એવી સંપત્તિ છે જેની કિંમત બે લોકો વચ્ચે નક્કી કરવામાં આવશે
નવી દિલ્હીઃ ફાઇનાન્સ સેક્રેટરી ટીવી સોમનાથને 2 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે બિટકોઇન અને એથેરિયમ જેવી પ્રમુખ ક્રિપ્ટોકરન્સીની સાથે સાથે એનએફટી ક્યારેય પણ લીગલ ટેન્ડર બનશે નહીં. સાથે સોમનાથને કહ્યું કે,ક્રિપ્ટો એસેટ્સને સરકાર તરફથી કોઈ અધિકૃતતા મળશે નહીં કારણ કે તેમની કિંમતો ખાનગી રીતે નક્કી કરવામાં આવે છે.
"બિટકોઇન, ઇથેરિયમ અથવા NFT ક્યારેય લીગલ ટેન્ડર બનશે નહીં. ક્રિપ્ટો અસ્કયામતો એવી સંપત્તિ છે જેની કિંમત બે લોકો વચ્ચે નક્કી કરવામાં આવશે. તમે સોનું, હીરા, ક્રિપ્ટો ખરીદી શકો છો, પરંતુ તેના માટે સરકાર દ્વારા મૂલ્ય અધિકૃતતા હશે નહીં," નાણા સચિવ જણાવ્યું હતું. સોમનાથને ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણને નિરુત્સાહિત કરતાં કહ્યું, "તમારું રોકાણ સફળ થશે કે નહીં તેની કોઈ ગેરેંટી નથી". "કોઈને નુકસાન થઈ શકે છે અને આ માટે સરકાર જવાબદાર નથી,"
Bitcoin, Ethereum or NFT will never become legal tender. Crypto assets are assets whose value will be determined between two people. You can buy gold, diamond, crypto, but that will have not have the value authorization by govt: Finance Secretary TV Somanathan
— ANI (@ANI) February 2, 2022
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બીજી તરફ, નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 1 ના રોજ બજેટ ભાષણ દરમિયાન ડીજીટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તે રોકાણ માટે સલામત વિકલ્પ છે. "ડિજિટલ કરન્સીને આરબીઆઈ દ્વારા સમર્થન આપવામાં આવશે જે ક્યારેય ડિફોલ્ટ થશે નહીં. નાણાં આરબીઆઈના હશે પરંતુ પ્રકૃતિ ડિજિટલ હશે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા ડિજિટલ રૂપિયો એ લીગલ ટેન્ડર હશે. બાકીના બધા લીગલ ટેન્ડર નહી હોય, બનશે પણ નહીં, ક્યારેય પણ બનશે નહીં.