શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રિલાયન્સ-ફ્યુચર ડિલમાં થઈ શકે છે વિલંબ, દિલ્હી હાઇકોર્ટને ન આપી રાહત, જાણો શું છે મામલો
દિલ્હી હાઇકોર્ટના જજ મુક્તા ગુપ્તાએ ફ્યૂચર ગ્રુપની અરજી ફગાવી હતી
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કિશોર બિયાનીના ફ્યુચર રિટેલ સાથે જોડાયેલા 24 હજાર કરોડ રૂપિયાની ડીલમાં વિલંબ થઈ શકે છે. દિલ્હી હાઇકોર્ટે કિશોર બિયાનીના નેતૃત્વ હેઠળની ફ્યુચર રિટેલની અરજી ફગાવી દીધી છે.
દિલ્હી હાઇકોર્ટના જજ મુક્તા ગુપ્તાએ ફ્યૂચર ગ્રુપની અરજી ફગાવી હતી. આ અરજીમાં અમેઝોન 24,713 કરોડ રૂપિયાથી રિલાયન્સ-ફ્યુચર ડીલ પર તત્કાલિન સુનાવાણી કરવા જણાવાયું હતું. સિંગાપુર આંતરરાષ્ટ્રીય ન્યાયાધિકરણ કેન્દ્રએ 25 ઓક્ટોબરે પોતાના આદેશમાં અમેઝોનના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. આ દરમિયાન ફ્યુચર રિટેલ પર કંપનીની અન્ય સંપત્તિના હસ્તાંતરણ, કરાર સહિત અન્ય રીતે ફંડ હાંસલ કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો.
આ મામલો ગત વર્ષે ઓગસ્ટમાં ફ્યુચર ગ્રુપની કંપની ફ્યુચર કૂપન્સ લિમિટેડમાં 49 ટકા હિસ્સાને અમેઝોન દ્વારા હસ્તગત કરવા તથા તેની સાથે ગ્રુપની પ્રમુખ કંપની ફ્યુચર રિટેલમાં પ્રથમ હિસ્સેદારી ખરીદવાના અધિકાર સાથે જોડાયેલો છે. ફ્યૂચર રિટલેમાં ફ્યુચર કૂપન્સનો પણ હિસ્સોછે. ફ્યુચર ગ્રુપે તેનો 24,000 કરોડ રૂપિયાનો કારોબાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવાનો કરાર કર્યો ત્યારે આ વિવાદ ઉભો થયો હતો. જે બાદ રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી ડીલને લઇ અમેઝોને સિંગાપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ ગત મહિને સીસીઆઈએ રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની ડીલને મંજૂરી આપી હતી. જોકે આ ડીલ માટે હજુ સેબી તથા અન્ય એકમોની મંજૂરી લેવાની બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
શિક્ષણ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion