SpiceJet Fined: DGCAએ સ્પાઇસજેટને ફટકાર્યો 10 લાખનો દંડ, જાણો શું છે કારણ
SpiceJet Fined: ગયા મહિને DGCAએ સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 727 MAX એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે આ પાઇલોટ્સને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી ન હતી.
SpiceJet Fined: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સોમવારે ભારતીય ઓછી કિંમતની એરલાઇન સ્પાઇસજેટ પર 737 MAX એરક્રાફ્ટના પાઇલટ્સને ખામીયુક્ત સિમ્યુલેટર પર તાલીમ આપવા બદલ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો, સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો છે. સિમ્યુલેટર એ એક યંત્ર છે જેના દ્વારા વાસ્તવિક પ્લેન વગર પાઇલોટને કૃત્રિમ પ્લેન પર તાલીમ આપવામાં આવે છે. એરલાઇન દ્વારા ખામીયુક્ત સિમ્યુલેટર પર આપવામાં એવલી તાલીમની ફ્લાઇટ સુરક્ષા પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને તેથી આ પાયલોટસની તાલીમ પણ રદ્દ કરવામાં આવી છે.
The Directorate General of Civil Aviation (DGCA) imposes Rs 10 lakhs fine on SpiceJet for training 737 Max aircraft's pilots on faulty simulator.
— ANI (@ANI) May 30, 2022
ગયા મહિને DGCAએ સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 727 MAX એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે આ પાઇલોટ્સને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી ન હતી.
ચીનના ગુઆંગસી પ્રાંતમાં 132 લોકોને લઈને ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયા બાદ DGCAએ ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત બોઈંગ 737 એરક્રાફ્ટ પર બારીક નજર રાખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં જે ક્રેશ થયું હતું તે બોઇંગ 737-800 એરક્રાફ્ટ હતું.
સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ પ્રતિબંધ MAX એરક્રાફ્ટના સંચાલનને અસર કરતું નથી. સ્પાઇસજેટ હાલમાં 11 MAX એરક્રાફ્ટનું સંચાલન કરે છે અને આ 11 એરક્રાફ્ટને ચલાવવા માટે અંદાજે 144 પાઇલોટ્સની જરૂર છે. MAX પર 650 તાલીમ મેળવેલા પાઇલટ્સમાંથી 560 ઉપલબ્ધ છે જામથી સ્પાઇસજેટ 11 MAX એરક્રાફ્ટનું સંચાલન કરે છે.
બોઇંગ 737 MAX પ્લેન જે ઇથોપિયાના આદીસ અબાબાથી નૈરોબી જતું હતું તે ક્રેશ થયાના ત્રણ દિવસ પછી માર્ચ 2019 માં DGCA દ્વારા ભારતમાં બોઇંગ 737 MAX પ્લેનને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પ્લેનમાં 149 લોકો અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે ઓગસ્ટ 2021માં બોઇંગ એરક્રાફ્ટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.