શોધખોળ કરો

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

Isobutanol blending in diesel: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે આઇસોબ્યુટેનોલ અને તેનાથી તમારા વાહનની માઇલેજ અને પર્ફોર્મન્સ પર શું અસર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નીતિન ગડકરીએ ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલ મિશ્રણની જાહેરાત કરી.
  • ઇંધણ આયાત ઘટાડવા, સ્વચ્છ ઊર્જા પ્રોત્સાહન માટે નિર્ણય.
  • ડીઝલમાં ઇથેનોલ ભળતું નથી; આઇસોબ્યુટેનોલ ઉત્સર્જન ઘટાડશે.

Isobutanol blending in diesel: પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની સફળતા બાદ, હવે કેન્દ્ર સરકાર ડીઝલ વાહનો માટે પણ એક મોટો અને મહત્વનો ફેરફાર કરવા જઈ રહી છે. દેશની ઈંધણની આયાત ઘટાડવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, સરકાર હવે બાયોફ્યુઅલ કાર્યક્રમના આગામી તબક્કાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત હવે ડીઝલમાં 'આઇસોબ્યુટેનોલ' (Isobutanol) નામનું તત્વ ઉમેરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ ભેળવવાની મંજૂરી આપવા પર કામ ચાલી રહ્યું છે.

ઇથેનોલને બદલે આઇસોબ્યુટેનોલ કેમ?

સામાન્ય રીતે સવાલ એ થાય કે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરાય છે, તો ડીઝલમાં કેમ નહીં? વૈકલ્પિક ઈંધણ અંગેના ભવિષ્યના રોડમેપની માહિતી આપતાં નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, ઇથેનોલને સીધું ડીઝલ સાથે ભેળવી શકાતું નથી. આ જ કારણસર તેને એક વ્યવહારુ અને વધુ કાર્યક્ષમ વિકલ્પ તરીકે આઇસોબ્યુટેનોલમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. આઇસોબ્યુટેનોલ ડીઝલનો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપીને દેશ માટે ઊર્જા સુરક્ષા હાંસલ કરવાનો છે.

જનરેટર પર સફળતાપૂર્વક થયા પરીક્ષણો

આ નવી ટેકનોલોજી કેટલી સફળ રહેશે તે અંગે વાત કરતા ગડકરીએ જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયે 100 ટકા ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલ પર બે મોટા જનરેટર સેટ સફળતાપૂર્વક ચલાવીને પરીક્ષણ કર્યું છે. આ સફળતા એ વાતની મોટી સાબિતી આપે છે કે ભવિષ્યમાં આ નવા ઈંધણ પર ચાલી શકે તેવા એન્જિન સરળતાથી વિકસાવી શકાશે. આગામી વર્ષોમાં આ ટેકનોલોજીને મોટા પાયે અપનાવવામાં આવશે.

શું છે આઇસોબ્યુટેનોલ મિશ્રણ અને કેવી રીતે બને છે?

રસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો, ગેસને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ સાથે મિશ્રિત કરવાથી એક પ્રતિક્રિયા થાય છે, જેમાંથી આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ ઉત્પન્ન થાય છે. જ્યારે આ એલ્ડીહાઇડમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે, ત્યારે શુદ્ધ આઇસોબ્યુટેનોલ તૈયાર થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને ડીઝલમાં ખૂબ જ સરળતાથી ભેળવી શકાય છે.

આ પણ વાંચોઃ BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

વાહનની માઇલેજ પર શું અસર થશે?

વાહનચાલકો માટે સૌથી રાહતના સમાચાર એ છે કે આઇસોબ્યુટેનોલમાં ઇથેનોલ કરતાં વધુ ઊર્જા હોય છે. આથી, તેના મિશ્રણથી વાહનની માઇલેજ કે તેના પર્ફોર્મન્સ પર કોઈ જ નકારાત્મક અસર પડતી નથી. ઊલટાનું, જ્યારે ડીઝલમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ ઉમેરવામાં આવશે, ત્યારે વાહનમાંથી નીકળતા હાનિકારક ધુમાડા (ઉત્સર્જન) માં મોટો ઘટાડો થશે, જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

Frequently Asked Questions

ડીઝલમાં કયું નવું તત્વ ભેળવવામાં આવશે?

કેન્દ્ર સરકાર ડીઝલમાં આઇસોબ્યુટેનોલ ભેળવવાનું આયોજન કરી રહી છે. આનાથી ઇંધણની આયાત ઘટશે અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે.

ડીઝલમાં ઇથેનોલ કેમ નથી ભેળવવામાં આવતું?

ઇથેનોલને સીધું ડીઝલ સાથે ભેળવી શકાતું નથી. તેથી, તેને વધુ કાર્યક્ષમ વિકલ્પ તરીકે આઇસોબ્યુટેનોલમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

આઇસોબ્યુટેનોલ મિશ્રણથી વાહનની માઇલેજ પર શું અસર થશે?

આઇસોબ્યુટેનોલમાં ઇથેનોલ કરતાં વધુ ઊર્જા હોવાથી, માઇલેજ કે પર્ફોર્મન્સ પર નકારાત્મક અસર નહીં પડે. તેનાથી વાહનમાંથી નીકળતા હાનિકારક ધુમાડામાં ઘટાડો થશે.

આઇસોબ્યુટેનોલ મિશ્રણનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે?

100% ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલ પર બે મોટા જનરેટર સેટ સફળતાપૂર્વક ચલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું છે. આનાથી ભવિષ્યના એન્જિન વિકસાવવાનો માર્ગ ખુલશે.

આઇસોબ્યુટેનોલ કેવી રીતે બને છે?

ગેસને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન સાથે મિશ્રિત કરવાથી આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ ઉત્પન્ન થાય છે. તેમાં હાઇડ્રોજન ઉમેરવાથી શુદ્ધ આઇસોબ્યુટેનોલ તૈયાર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget