(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ ક્યાં મળે છે ? ગુજરાત કરતાં કેટલો ઓછો છે ભાવ ?
તમામ રાજ્યો ડીઝલ અને પેટ્રોલ પર અલગથી વેટ વસૂલે છે. વેટના દર દરેક રાજ્યમાં બદલાય છે, તેથી જ ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ દરેક શહેરમાં જુદા-જુદા જોવા મળે છે.
તમામ રાજ્યો ડીઝલ અને પેટ્રોલ પર અલગથી વેટ વસૂલે છે. વેટના દર દરેક રાજ્યમાં બદલાય છે, તેથી જ ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ દરેક શહેરમાં જુદા-જુદા જોવા મળે છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ડીઝલ અને પેટ્રોલ પર ઘણા ટેક્સ વસૂલે છે. રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા વેટને કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ છે. આ ટેક્સને કારણે આંદામાન-નિકોબારમાં સૌથી સસ્તું ડીઝલ અને પેટ્રોલ વેચાઈ રહ્યું છે, જે રાજસ્થાનની કિંમત કરતાં ઘણું ઓછું છે.
સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 95.13 થયો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં જ પેટ્રોલની કિંમત 110 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ પણ 99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
અંદમાનમાં 83 રૂપિયાથી પણ ઓછો છે પેટ્રોલનો ભાવ
આંદામાન અને નિકોબારમાં ડીઝલ-પેટ્રોલ પર સૌથી ઓછો વેટ છે, જ્યારે રાજસ્થાનમાં સૌથી વધુ સ્થાનિક ટેક્સ છે. સોમવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 116.57 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ આંદામાનમાં તેની કિંમત 82.96 રૂપિયા પ્રતિ લીટર હતી. રાજસ્થાનની સરખામણીમાં આંદામાનમાં પેટ્રોલની કિંમત પર નજર કરીએ તો 33.61 રૂપિયા સસ્તું છે. આ પણ દિલ્હીની કિંમત કરતા લગભગ 21 રૂપિયા ઓછા છે.
રાજસ્થાનમાં પેટ્રોલ ડિઝલ હજુ 100ની પાર
ડીઝલની વાત કરીએ તો રાજસ્થાનમાં હજુ પણ 100 રૂપિયાની પાર કિંમત છે. સોમવારે શ્રીગંગાનગરમાં ડીઝલની કિંમત 100.50 રૂપિયા પ્રતિ લીટર હતી. સોમવારે દિલ્હીમાં ડીઝલ 86.67 રૂપિયા અને આંદામાનમાં 77.13 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. આ રીતે આંદામાનમાં ડીઝલ પણ સૌથી સસ્તું હતું. તે હાલમાં રાજસ્થાન કરતાં રૂ. 23.37 સસ્તું છે અને દિલ્હી કરતાં રૂ. 9.54 પ્રતિ લિટર સસ્તું છે.
આ રાજ્ય પેટ્રોલ ડિઝલ પર વેટથી કરે છે સૌથી વધુ કમાણી
કિંમતમાં આ પ્રકારના અંતરનું કારણ સરકાર દ્વારા વસૂલવામાં આવતો વેટ છે.રાજસ્થાન ડિઝલ પેટ્રોલ પર સૌથી વધુ 30.51 રૂપિયા પ્રતિ લિટર વેટ વસૂલ કરે છે. તો વેટના દર મહારાષ્ટ્રમાં 29.99 રૂપિયા, આંધ્રપ્રદેશ 29.02 રૂપિયા અને મધ્યપ્રદેશમાં 26.87 રૂપિયા છે. અંદમાન નિકોબારમાં માત્ર 4.93 રૂપિયા વેટ વસૂલાય છે. જ્યારે
વેટના દરમાં ઘટાડો
એકસાઇઝ ડયૂટીમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સોમવાર સુધી વધારો નથી થયો. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડિઝલ પર 10 રૂપિયા ડ્યૂટી ઘટાડી છે. ત્યારબાદ લગભગ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમના સ્તરે વેટ ઓછું કરી ચૂક્યાં છે. કેટલાક રાજ્યોએ હજું પણ વેટ નથી ઘટાડ્યો, રાજસ્થાન અને દિલ્લી આવા રાજ્યોની યાદીમાં છે.