Air India: ગુજરાતી મુસાફરોની વધશે મુશ્કેલી, કોરોનામાં વંદે ભારત હેઠળ શરૂ કરાયેલી એર ઈન્ડિયાની અમદાવાદથી ડાયરેક્ટ નૈરોબી ફ્લાઈટ થશે બંધ
નૈરોબીની સીધી ફ્લાઈટ મળવી અશક્ય છે. જેથી નૈરોબીમાં વસતા હજારો ગુજરાતી પેસેન્જરોને વાયા મુંબઈ કે દિલ્હી થઈને જવું પડશે.
Air India: કોરોનામાં વંદે ભારત હેઠળ શરૂ કરાયેલી એર ઈન્ડિયાની અમદાવાદથી ડાયરેક્ટ નૈરોબી ફ્લાઈટ 27 માર્ચથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. નૈરોબીની ફ્લાઈટ 27 માર્ચથી બંધ હવે વાયા મુંબઈ થઈને નૈરોબી જવું પડશે. નૈરોબીની સીધી ફ્લાઈટ મળવી અશક્ય છે. જેથી નૈરોબીમાં વસતા હજારો ગુજરાતી પેસેન્જરોને વાયા મુંબઈ કે દિલ્હી થઈને જવું પડશે. એરલાઈન કંપનીએ આ રૂટ પર ફરીથી ફ્લાઇટ ઓપરેટ કરવી હોયતો નવેસરથી ત્રણ ડિઝિટનો નવા ફ્લાઇટ કોડ જનરેટ કરી અન્ય મંજૂરી સહિત તમામ પ્રકારની પ્રક્રિયા ફરીથી કરવી પડશે. એરલાઇન કંપનીએ સિસ્ટમ પર પણ આ ડાયરેક્ટ ફ્લાઈટનું બુકિંગ બંધ કરી દીધું છે.
Air India ને DGCA ની મંજૂરી મળી, હવે એક પાયલટ બે અલગ-અલગ વિમાન ઉડાવી શકશે
Air India Pilots: એર ઈન્ડિયાની લાંબા સમયથી જે માંગ હતી તેને ડિજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે એર ઈન્ડિયાના એક પાયલટ બે અલગ-અલગ વિમાન ઉડાવી શકશે. DGCA તરફથી આપવામાં આવેલી મંજૂરી મુજબ બોઈંગ 777 અને 787 વિમાન એક જ પાયલટ ઉડાવી શકશે.
અગાઉ, એર ઈન્ડિયા દ્વારા બોઈંગ 777 અને 787 એરક્રાફ્ટ ચલાવવા માટે માત્ર આઠ પાઈલટોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં 777 અને 787 ઉડાવવા માટે ચાર પાઈલટનો સમાવેશ થતો હતો. જો કે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ હવે મલ્ટી-સીટ ફ્લાઈંગ (MSF)ને મંજૂરી આપી છે, જેનો અંદાજે અર્થ એ છે કે એક જ પાઈલટ બે પ્રકારના વિમાન ઉડાવી શકે છે, જેના માટે તાલીમ પ્રક્રિયા થોડી કઠિન બનાવવામાં આવશે.
ડીજીસીએની આ મંજૂરીથી પાયલટને મદદ મળશે. પાયલટને ક્રોસ યૂઝ મદદરૂપ થશે. આ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પણ મદદ મળશે. હાલમાં એર ઈન્ડિયા પાસે લગભગ 700 વાઈડ બોડી પાઈલટ છે.
ડીજીસીએનો નિર્ણય
એર ઈન્ડિયાનું પ્લાનિંગ
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા પાસે લગભગ 1,825 પાઈલટ છે અને એરલાઈન્સ તેના કાફલાનું વિસ્તરણ કરી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ પાયલટની ભરતી કરવા માંગે છે. ગયા મહિને એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી 70 વાઈડ બોડી વિમાન સહિત 470 વિમાનનો ઓર્ડર આપ્યો હતો.