Diwali 2023: દિવાળી પહેલા EPFO ખાતાધારકોને મળી ગિફ્ટ, મળવા લાગ્યા વ્યાજના પૈસા, જાણો ચેક કરવાની આસાન પ્રોસેસ
EPFO Interest for FY 2022-23: સરકારે જૂન 2023માં નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી.
Diwali 2023: મ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ (Diwlai Gift) આપતાં નાણાકીય વર્ષ 2022-23ના વ્યાજ દરોને ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે આ નાણાકીય વર્ષમાં, EPFO ખાતાધારકોના ખાતામાં જમા રકમ પર 8.15 ટકા વ્યાજ દર (EPFO Interest Rate for FY 2022-23) ઓફર કરી રહ્યું છે
નોંધનીય છે કે EPFOના વ્યાજ દરો દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) અને નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વર્ષની વાત કરીએ તો સરકારે જૂન 2023માં નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી. આ પછી, સરકારે વ્યાજ દરના નાણાં પીએફ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે.
EPFOએ માહિતી આપી-
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓ લાંબા સમયથી EPFOને પૂછી રહ્યા છે કે વ્યાજના નાણાં તેમના ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે. જ્યારે સુકુમાર દાસ નામના યુઝરે આ બાબતે સવાલ પૂછ્યો તો EPFOએ જવાબ આપ્યો કે ખાતામાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખાતાધારકોને આ વર્ષે કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. આ સાથે EPFOએ કર્મચારીઓને ધીરજ રાખવાનો અનુરોધ પણ કર્યો છે.
The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience.
— EPFO (@socialepfo) November 10, 2023
પીએફ બેલેન્સ કેવી રીતે ચેક કરવું-
- જો તમે પીએફ ખાતાધારક છો અને તમારા ખાતાનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમે આ સરળતાથી કરી શકો છો. આ માટે તમે મેસેજ, મિસ્ડ કોલ, ઉમંગ એપ અથવા EPFO વેબસાઈટની મદદ લઈ શકો છો.
- મેસેજ દ્વારા બેલેન્સ ચેક કરવા માટે તમારે તમારા EPFO રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર મેસેજ મોકલવો પડશે.
- આ સિવાય તમે 011-22901406 નંબર પર મિસ્ડ કોલ મોકલીને પણ બેલેન્સ ચેક કરી શકો છો.
- EPFO પોર્ટલ પર જઈને અને કર્મચારીઓ માટે વિભાગમાં જઈને બેલેન્સ ચેક કરી શકાય છે.
- ઉમંગ એપ પર બેલેન્સ ચેક કરવા માટે પહેલા તમારા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરો. આ પછી, EPFO સેક્શનમાં જાઓ અને સર્વિસ પસંદ કરો અને પાસબુક જુઓ.
- આ પછી, કર્મચારી-કેન્દ્રિત સેવા પર જાઓ અને OTP વિકલ્પ પસંદ કરો. ત્યારપછી તમારા મોબાઈલ પર OTP આવશે અને તેને એન્ટર કરો. આ પછી, થોડીવારમાં તમારી સામે EPFO પાસબુક ખુલશે.