Economy in India : મોંઘવારી હોવા છતાં ભારત વિશ્વમાં ગતિથી આગળ વધતું અર્થતંત્ર બનશે
Economy in India :કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે મળીને મોંઘવારી પર નિયંત્રણ લાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે.
Economy in India : આજે વિશ્વ મોંઘવારીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. મોંઘવારી છતાં ભારત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે મળીને મોંઘવારી પર નિયંત્રણ લાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. રિટેલ ફુગાવો આરબીઆઈના સ્તરથી ઉપર ચાલી રહ્યો છે. જૂન મહિનામાં મોંઘવારી દર 7.01 ટકા રહ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવ નરમ
આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ખાદ્યતેલ અને કાચા તેલના ભાવ સ્થિર છે. પરંતુ ફુગાવા પરનું દબાણ હળવું થવાની ધારણા છે. આરબીઆઈએ મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.
2023માં અર્થવ્યવસ્થા વધુ સારી રહેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં આર્થિક વૃદ્ધિમાં મંદીનો કોઈ પ્રશ્ન જ નથી. તે જ સમયે, ભારતને નાણાકીય વર્ષ 2022 અને 2023માં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે જોવામાં આવી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ચીન અને તાઈવાન વચ્ચે વધતા તણાવને કારણે આર્થિક વિકાસ દર વધુ સારી રહેવાની આશા છે.
કેસિનો પર GST લાગશે
ક્રિપ્ટો કરન્સીને લઈને સાવધાન રહેવાની જરૂર છે. તાજેતરમાં ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં અનેક પ્રકારની ભૂલો સામે આવી છે. બીજી તરફ સરકાર કેસિનો પર GST લાદવાનું વિચારી રહી છે. આ અંગેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવી શકે છે.
2022માં વિકાસ દર 8.5% રહેશે
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, મોદી સરકારના વ્યૂહાત્મક સુધારા અને કોરોના રસીકરણ અભિયાનમાં ઝડપને કારણે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધુ ઝડપથી આગળ વધી રહી છે.
એક માત્ર ભારતમાં 6 ટકાથી વધુ વિકાસદર રહેશે
ભારત 2022માં 8.5 ટકાના વિકાસ દર સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. 2022માં ભારત સિવાય, અન્ય કોઈપણ દેશમાં આ વૃદ્ધિ દર 6 ટકાથી વધુ નહીં રહેવાનો અંદાજ છે. આર્થિક વિકાસ દરના મામલે ભારતે ચીન અને અમેરિકાને ઘણું પાછળ છોડી દીધું છે.