શોધખોળ કરો
Advertisement
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, ઇલેક્ટ્રિક કારના કેટલા મૉડલ કરશે લૉન્ચ ને ક્યાં શહેરમાં બનશે આ કારો, જાણો વિગતે
ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે તેમની કંપની 2021માં ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. મસ્કે એક ટ્વીના જવાબમાં કહ્યું હતુ કે ચોક્કસપણે તેની કંપની આગામી વર્ષે ભારતમાં એન્ટ્રી કરશે
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીર શખ્સ અને દિગ્ગજ બિઝનેસમેન એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. તેને ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમીટેડ નામથી રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. કંપની અહીં લક્ઝરી ઇલેક્ટ્રિક કારોનુ નિર્માણ અને વેપાર કરશે. ટેસ્લાની પહેલી ઓફિસ બેંગ્લુરુમાં રજિસ્ટ્રેશન કરાવી છે. તે બેગ્લુંરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિટની સાથે પોતાનુ કામકાજ ચાલુ કરશે.
કર્ણાટકાના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ટેસ્લાનુ સ્વાગત કર્યુ છે. કૉર્પોરેટ મામલાના મંત્રાલય અનુસાર ટેસ્લા 8 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં રજિસ્ટ્રેશન થઇ છે. આનો રજિસ્ટ્રેશન નંબર 142975 છે.
વૈભવ તનેજા, વેકટરંગમ શ્રીરામ અને ડેવિડ જૉન ફેન્ટીન આના નિર્દેશક છે. તનેજા ટેસ્લામાં CFO છે, જ્યારે ફેન્સ્ટીન ટેસ્લામાં ગ્લૉબલ સીનિયર ડાયરેક્ટર, ટ્રેડ માર્કેટ એક્સેસ છે. કંપની ભારતમાં મૉડલ 3 લૉન્ચ કરશે, વર્ષની પહેલી ત્રિમાસિકના અંતમાં ડિલીવરી શરૂ થઇ શકે છે.
ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે તેમની કંપની 2021માં ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. મસ્કે એક ટ્વીના જવાબમાં કહ્યું હતુ કે ચોક્કસપણે તેની કંપની આગામી વર્ષે ભારતમાં એન્ટ્રી કરશે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement