Elin Electronics IPO: વર્ષ 2022 ના છેલ્લા આઈપીઓનું નિરાશાજનક લિસ્ટિંગ, જાણો રોકાણકારોને કેટલું નુકસાન થયું
એલીન ઇલેક્ટ્રોનિક્સનો IPO (Initial Public Offering) માત્ર 3.09 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ઘણા બ્રોકરેજ હાઉસ આ IPO વિશે તેજીમાં હતા પરંતુ આ IPO અપેક્ષા કરતા ઓછો ભરાણો હતો.
Elin Electronics IPO: સ્ટોક એક્સચેન્જ પર વર્ષ 2022નું છેલ્લું લિસ્ટિંગ પણ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડર એલિન ઈલેક્ટ્રોનિક્સનું લિસ્ટિંગ IPO કિંમતથી ઓછી કિંમતે લિસ્ટ થયો છે. કંપનીના શેરનું લિસ્ટિંગ રૂ. 244 પ્રતિ શેરના ભાવે થયું છે જ્યારે કંપનીએ આઇપીઓમાં રૂ. 247ના ભાવે બજારમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું. હાલમાં એલીન ઇલેક્ટ્રોનિક્સનો શેર 3 ટકાના ઘટાડા સાથે રૂ.239 પર ટ્રેડ કરી રહ્યો છે.
એલીન ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોક સ્ટોક એક્સચેન્જમાં રૂ. 244 પર લિસ્ટ થયો હતો પરંતુ તેના થોડા સમય બાદ શેર રૂ. 235.35ના સ્તરે આવી ગયો હતો. લિસ્ટિંગ બાદ કંપનીનું માર્કેટ કેપ 1177 કરોડ રૂપિયાના સ્તરે આવી ગયું છે. શેરની બુક વેલ્યુ 111.68 રૂપિયા છે. કંપનીએ IPOમાં રૂ. 5 ની ફેસ વેલ્યુએ રૂ. 247ની ઇશ્યૂ કિંમતે ભંડોળ એકત્ર કર્યું હતું.
એલીન ઇલેક્ટ્રોનિક્સનો IPO (Initial Public Offering) માત્ર 3.09 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ઘણા બ્રોકરેજ હાઉસ આ IPO વિશે તેજીમાં હતા પરંતુ આ IPO અપેક્ષા કરતા ઓછો ભરાણો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, કંપનીના IPOને 1,42,09,386 શેર માટે કુલ 4,39,67,400 શેરની બિડ મળી હતી. સંસ્થાકીય રોકાણકારો માટે અનામત ક્વોટા 4.51 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 3.29 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા 2.20 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
કંપનીએ આ IPO દ્વારા કુલ રૂ. 475 કરોડ એકત્ર કર્યા છે. IPO હેઠળ રૂ. 175 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા છે અને ઓફર ફોર સેલ (OFS) હેઠળ રૂ. 300 કરોડ કરવામાં આવ્યા છે. IPO 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી અરજીઓ માટે ખુલ્લો હતો.
એલિન ઇલેક્ટ્રોનિક્સ કંપની ઘણી મોટી બ્રાન્ડ્સ માટે લાઇટ, પંખા અને કિચન એક્સેસરીઝનું ઉત્પાદન કરે છે. કંપનીના સારા નાણાકીય પરિણામો, સારા બિઝનેસ મોડલ અને આકર્ષક વેલ્યુએશનને કારણે મોટાભાગના બ્રોકરેજ હાઉસે રોકાણકારોને IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચોઃ
Kerala Temple: આ મંદિર પાસે બેંકમાં 17 અબજની રકમ જમા છે અને 271 એકર જમીન છે, RTIમાં ખુલાસો થયો
PM Kisan: PM કિસાનનો 13મો હપ્તો આ દિવસે ખાતામાં ટ્રાન્સફર થશે! ફટાફટ ચેક કરો તારીખ