સોશિયલ કોમ્યુનિટી પ્લેટફોર્મ 'પંખુડી' બનાવનારી યુવતીનું 32 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત, હમણાં જ ઉજવેલી પહેલી મેરેજ એનિવર્સરી..
તમને જણાવી દઈએ કે 'Pankhuri' પહેલા શ્રીવાસ્તવે રેન્ટલ સ્ટાર્ટઅપ કંપની ગ્રેબહાઉસની પણ શરૂઆત કરી હતી
નવી દિલ્હી: સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિક પંખુડી શ્રીવાસ્તવનું ગયા શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે 32 વર્ષની વયે નિધન થયું હતું. આટલી નાની ઉંમરમાં પંખુડીની આટલી અચાનક વિદાયથી સમગ્ર વેપારી જગત આઘાતમાં છે. તેણીએ મહિલા-કેન્દ્રિત સામાજિક સાહસ 'પંખુડી' અને ઘર ભાડે આપવાનું સ્ટાર્ટઅપ ગ્રેબહાઉસની સ્થાપના કરી. તેમની કંપનીએ તેમના મૃત્યુની જાણકારી આપી.
કંપનીના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ લખવામાં આવી હતી કે 'અત્યંત દુખ સાથે જણાવવામાં આવે છે કે અમારા પ્રિય CEO પંખુડી શ્રીવાસ્તવનું નિધન થયું છે. 24 ડિસેમ્બર, 2021 ના રોજ અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે અમે તેમને ગુમાવ્યા.’
પંખુડી વેન્ચરને Sequoia Capitalનું સમર્થન છે. તે ભારતમાં મહિલાઓ માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જ્યાં તેઓ શોપિંગ, ચેટિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ કરી શકે છે અને માઇક્રો-કોર્સ પણ કરી શકે છે.
તેમના નિધન પર સેક્વોઇયા કેપિટલ ઇન્ડિયા (Sequoia Capital India)ના મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર સિંહે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે 'પંખુડી પાસે ઘણા વિચારો હતા, સૂઝ હતી, તે સર્જનાત્મકતા અને ઉત્સાહથી ભરેલી હતી.
With profound grief and sorrow, we regret to inform the sad demise of our beloved CEO, Pankhuri Shrivastava. We lost her on 24th December 2021 due to a sudden cardiac arrest. May her soul obtain Sadgati. Om Shanti.@pankhuri16
— Pankhuri (@askpankhuri) December 27, 2021
તમને જણાવી દઈએ કે 'Pankhuri' પહેલા શ્રીવાસ્તવે રેન્ટલ સ્ટાર્ટઅપ કંપની ગ્રેબહાઉસની પણ શરૂઆત કરી હતી, જેને 2016માં ક્વિકર દ્વારા અધિગ્રહિત કરવામાં આવી હતી. ઝાંસીથી આવીને, પંખુડીએ રાજીવ ગાંધી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. તેણે ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ મુંબઈની ઘણી મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણાવ્યું હતું.
અહેવાલો અનુસાર, તેઓએ ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા અને આ 2 ડિસેમ્બરે તેઓએ તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી.